GSEB HSC Science Result: ધોરણ 12 સાયન્સનુ 72.02 ટકા પરિણામ આવ્યુ, ગુજકેટનુ પરિણામ પણ જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સનુ પરિણામ જાહેર થઈ ગયુ છે.

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સનુ પરિણામ જાહેર થઈ ગયુ છે. આ પરીક્ષા રાજ્યના 1.08 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી. શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gesb.org પર પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. આ વર્ષે 72.2 ટકા પરિણામ આવ્યુ છે. વિદ્યાર્થીનીઓએ આ વખતે બાજી મારી લીધી છે.

students

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં A1 ગ્રેડમાં 196 વિદ્યાર્થીઓ પાસ થયા છે જ્યારે A2 ગ્રેડમાં 3306 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યારે ગુજરાતી માધ્યમનુ 72.4 ટકા પરિણામ આવ્યુ છે. આ વખતે સૌથી વધુ પરિણામ રાજકોટ જિલ્લાનુ 85.5 ટકા આવ્યુ છે. સૌથી ઓછુ પરિણામ દાહેદ જિલ્લાનુ છે. દાહોદ જિલ્લામાં આ વખતે 40.19 ટકા પરિણામ આવ્યુ છે. લાઠીમાં સૌથી વધુ 96.12 ટકા પરિણામ આવ્યુ છે જ્યારે લીમખેડાનુ 33.33 ટકા પરિણામ આવ્યુ છે. કુલ 72.02 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે જેમાંથી 72 ટકા વિદ્યાર્થીઓ અને 72.05 ટકા વિદ્યાર્થીનીઓનુ પરિણામ આવ્યુ છે.

ગુજકેટના પરિણામની વાત કરીએ તો ગ્રુપ એમાં 385 અને ગ્રુપ બીમાં 684 વિદ્યાર્થીઓએ 99 ઉપર પર્સેન્ટાઈલ રેંક મેળવ્યો છે. જ્યારે 98થી વધુ પર્સેન્ટાઈલ રેંક ગ્રુપ એમાં 784 જ્યારે ગ્રુપ બીમાં 1328 વિદ્યાર્થીઓએ મેળવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X