ગુજરાત શિક્ષણ બોર્ડનો છબરડો, ધૂળેટીની જાહેર રજાના દિવસે ધોરણ 10 અને 12ની પરીક્ષાનું પેપર
Gujarat Board Exam: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા જાહેર કરાયેલા બોર્ડ પરીક્ષાના ટાઇમ ટેબલમાં ગંભીર ભૂલ, 4 માર્ચ, જે ધુળેટીની જાહેર રજા છે, તે દિવસે પરીક્ષા રાખવામાં આવતાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે અસમંજસ.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) ફરી એકવાર જાહેર રજાઓના આયોજનને લઈને વિવાદમાં આવ્યું છે. ધોરણ 10 અને 12ની આગામી બોર્ડ પરીક્ષાનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ તેમાં એક ગંભીર છબરડો સામે આવ્યો છે. બોર્ડે 4 માર્ચ, જે ધુળેટીની જાહેર રજા છે, તે જ દિવસે મહત્ત્વના વિષયોની પરીક્ષા રાખી દીધી છે.
કયા વિષયોની પરીક્ષા રજાના દિવસે રખાઈ?
4 માર્ચના ધુળેટીની જાહેર રજાના દિવસે GSEB દ્વારા નીચેના મુખ્ય વિષયોની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.
- ધોરણ 10: સામાજિક વિજ્ઞાનનું પેપર.
- ધોરણ 12 (સામાન્ય પ્રવાહ): ઇતિહાસ અને અર્થશાસ્ત્ર તેમજ નામાના મૂળ તત્ત્વોનું પેપર.
- ધોરણ 12 (વિજ્ઞાન પ્રવાહ): જીવ વિજ્ઞાનનું પેપર.
જાહેર રજા ચકાસ્યા વગર જ ટાઇમ ટેબલ?
પ્રાથમિક માહિતી અનુસાર, બોર્ડે પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર કરતાં પહેલાં જાહેર રજાઓની યાદી પર પૂરતું ધ્યાન આપ્યું ન હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. ધુળેટી જેવા મહત્ત્વના તહેવારની રજાના દિવસે બોર્ડની પરીક્ષા રાખવામાં આવતાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં તણાવ અને નારાજગી ફેલાઈ છે.
ભૂતકાળમાં પણ થઈ હતી ભૂલ
આ પહેલીવાર નથી કે GSEB દ્વારા આવી ભૂલ કરવામાં આવી હોય. વર્ષ 2023માં પણ જાહેર રજાને લઈને ટાઇમ ટેબલમાં ગરબડ થઈ હતી અને ભારે વિરોધ બાદ સમયપત્રકમાં ફેરફાર કરવાની ફરજ પડી હતી.
આ ભૂલના પુનરાવર્તનને કારણે બોર્ડની કાર્યપ્રણાલી પર સવાલો ઊભા થયા છે અને વિદ્યાર્થી સંગઠનો ટૂંક સમયમાં ટાઇમ ટેબલમાં સુધારો કરવાની માંગણી કરી શકે છે.












Click it and Unblock the Notifications
