For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં આચારસંહિતા ભંગ કરતી સામગ્રી હટાવાઇ

|
Google Oneindia Gujarati News

gujarat map
ગાંધીનગર, 17 ઑક્ટોબરઃચૂંટણી અધિકારીઓ દ્વારા ગુજરાતભરમાં લગાવાયેલા આચારસંહિતાનો ભંગ કરતા તમામ પ્રકારના પોસ્ટર, હોર્ડિંગ્સ, ભીત પરના લખાણ અને બેનર્સ હટાવી લેવામાં આવ્યાં છે. ડિસેમ્બરમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં આચારસંહિતાનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે.

સૌથી વધારે 1.5 લાખ આચારસંહિતાનો ભંગ કરતી સામગ્રી રાજકોટ જિલ્લામાંથી દૂર કરવામાં આવી છે. જ્યારે અમદાવાદમાંથી 32,727 સામગ્રીને હટાવવામાં આવી છે. ડાંગમાંથી 33 જેટલી સામગ્રીને દૂર કરાઇ છે. મુખ્ય ચૂંટણી અધિકારી અનિતા કરવાલે કહ્યું છે કે આ એક ઉંદર-બિલાડી રમત જેવું છે. એક તરફ અમે આ સામગ્રીને હટાવી રહ્યાં છીએ તો બીજી તરફ કેટલાક લોકો ફરીથી એ સામગ્રીને લગાવી રહ્યાં છે.

આચારસંહિતાનો ભંગ કરવામાં આવી રહ્યો હોવાની ચાર ફરિયાદ રાજકોટ, વડોદરા અને સુરત જિલ્લામાં નોંધાઇ છે, મતદારોને ફોડવાની બે ફરિયાદ અમરેલી અને વડોદરામાં નોંધાઇ છે.

આચારસંહિતા અને ખર્ચ પર દેખરેખ રાખતા અધિકારીઓ અને શૈક્ષણિક ઉમેદવારો માટે ચૂંટણી પંચ દ્વારા એક ટ્રેનિંગ નમૂનો તૈયાર કરવો જોઇએ. આ નમૂનો સીડી અને પ્રેઝન્ટેશનના સ્વરૂપે ઉપલબ્ધ કરી શકાય છે. આ ઉપરાંત, આ બાબતે પોલીસ કર્મીઓને પણ તૈયાર કરવામાં આવે. તેથી પોલીસ ખાતામાં આવા 103 કુશળ ટ્રૈઇનર ઇન્સ્પેક્ટર અને ડીએસપી કક્ષાએ ભરવા જોઇએ.

નમો ચેનલમાં જે સામગ્રી રજૂ કરવામાં આવે છે તેની સામે ઉભા કરવામાં આવેલા કેટલાક પ્રશ્નો બાબતે ચૂંટણી અધિકારીઓએ ચૂંટણી પંચને મળશે. આ ચેનલ દ્વારા ગુજરાત સરકારે જે કામ કર્યા છે તે અંગેની સામગ્રી દર્શાવવામાં આવી રહી છે, ત્યારે એવો પ્રશ્ન ઉભો થયો છે કે શું તેમાં જે સામગ્રી દર્શાવવામાં આવી રહી છે તે પરવાનગીપાત્ર છે કે નહીં.

English summary
Election officials have removed nearly 2.5 lakh hoardings, posters, wall writings and banners from across the state of Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X