ગુજરાત ચૂંટણી : આજે ભાજપ - કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે

gujarat-map-vote-stamp
અમદાવાદ, 3 ડિસેમ્બર : ભાજપાના પ્રદેશ મીડિયા ઈન્ચાર્જ ડૉ જગદીશ ભાવસારે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાની 13 અને 17 ડિસેમ્બરના રોજ યોજાનારી ચૂંટણીમાં ગુજરાતની વિકાસયાત્રાને આગળ ધપાવવાના સંકલ્પોને સાંકળતું "સંકલ્પ પત્ર-2012" 3 ડિસેમ્બરના રોજ બપોરે 12.00 કલાકે રજૂ કરશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ના ચૂંટણી ઢંઢેરા સ્વરૂપે રજૂ થનારા સંકલ્પ પત્ર પ્રજા સમક્ષ રજૂ કરવાના પ્રસંગે ગુજરાત રાજયના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી, ભાજપાના રાષ્ટ્રીય નેતા અને રાજયસભામાં વિપક્ષના નેતા પુરષોત્તમભાઈ રૂપાલા, ગુજરાત રાજયના પ્રદેશ અધ્યક્ષ આર સી ફળદૂ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

ભાજપા દ્વારા તૈયાર કરાયેલ સંકલ્પપત્રમાં અનેક મહાનુભાવોએ યોગદાન આપેલ છે. સંકલ્પ પત્ર એ ભાજપાની કટિબધ્ધતા અને કાર્યયોજનાનો દસ્તાવેજ છે.

સત્તાપક્ષ ભાજપ સંકલ્પ પત્રમાં ગુજરાતમાં શહેરી અને ગ્રામ્ય ગરીબો માટે સસ્તાં મકાનો, વિકાસનાં અન્ય કાર્યો, સરદાર સરોવર પ્રોજેક્ટ અને પેટા કેનાલોનું કાર્ય પૂરું કરવા પર ભાર મૂકી શકે છે.

ગુજરાતમાં વિપક્ષ કોંગ્રેસે પણ ગરીબોને સસ્તાં મકાનોની સાથે, સરકારી કર્મચારીઓ માટે રાહત, પેટ્રોલ ડીઝલ પર વેટ ઘટાડવો, વિદ્યાર્થીઓ માટે મફત લેપટોપ આપવાની જાહેરાત કરી છે.

ઉલ્લેખનીય છે કે ચૂંટણીની રસાકસીનો માહેલ જામ્યો છે ત્યારે રાજકીય પક્ષો તરફથી જાહેર થનારા ચૂંટણી ઢંઢેરાને આધારે મતદારો કયા પક્ષને મત આપવો તે અંગેનો નિર્ણય લેતા હોય છે. ગુજરાતમાં બરાબર 10 દિવસ બાદ 13 ડિસેમ્બરે પ્રથમ તબક્કાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ચૂંટણી ઢંઢેરાથી રાજકીય માહોલમાં વધારે ગરમાવો આવશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ને સંબંધિત તમામ સમાચારો જાણવા અહીં ક્લિક કરો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X