For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarart Results 2022: કોંગ્રેસના લોકપ્રિય નેતા જિગ્નેશ મેવાણી વડગામ સીટથી ફરીથી વિજેતા

ગુજરાત કોંગ્રેસનો લોકપ્રિય ચહેરો અને કાર્યકારી પ્રમુખ જિગ્નેશ મેવાણીએ તેમની વડગામ બેઠક પર ફરી વિજય મેળવ્યો છે.

|
Google Oneindia Gujarati News

Gujarart Results 2022: ગુજરાત કોંગ્રેસનો લોકપ્રિય ચહેરો અને કાર્યકારી પ્રમુખ જિગ્નેશ મેવાણીએ તેમની વડગામ બેઠક પર ફરી વિજય મેળવ્યો છે. તેઓ રાજ્યના સૌથી અગ્રણી દલિત ચહેરાઓમાંના એક છે અને વડગામ વિધાનસભા સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર છે અને તેઓ ભારે રસાકસી બાદ જીતી ગયા છે. દલિત યુવા નેતા તરીકે લોકપ્રિય થયેલા જિગ્નેશ મેવાણી 2017માં અપક્ષ તરીકે ઉભા રહ્યા હતા અને જીત મેળવી હતી. કોંગ્રેસે મતવિસ્તારમાં તેમના કોઈ ઉમેદવાર ન ઉતારીને તેમને ટેકો આપ્યો હતો.

Jignesh Mewani

41 વર્ષીય જિગ્નેશ મેવાણી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના સંયોજક છે. જે દલિત અધિકારો માટે લડતુ મંચ છે. તેઓ એક વકીલ છે અને સામાજિક અને રાજકીય કાર્યકર્તા પણ છે. આ વખતે તેમની સામે આપની ટક્કર વચ્ચે મુસ્લિમ અને દલિત મત બેંક ટકાવી રાખવાની ચિંતા હતી. તેમનો મુકાબલો ભાજપના મણિભાઈ જેઠાભાઈ વાઘેલા અને આપના દલપત ભાટિયા સાથે હતો.

ઉલ્લેખનીય છે ક 2017ની વિધાનસભા ચૂંટણીમાં વડગામથી અપક્ષ ઉમેદવાર જિગ્નેશ મેવાણી જિત્યા હતા. ત્યારે અહીંથી જિગ્નેશે ભાજપના ચક્રવર્તી વિજય કુમારને 19696 વોટથી હરાવ્યા હતા.જિગ્નેશને વોટ શેર 55.22 ટકા વોટ મળ્યા હતા. બાદમાં તેઓ કોંગ્રેસ પાર્ટીમાં શામેલ થઈ ગયા હતા. 2012માં વિધાનસભા ચૂંટણીમાં અહીંથી કોંગ્રેસ ઉમેદવાર અને હાલના ભાજપ ઉમેદવાર મણિલાલ વાઘેલાએ જીત નોંધાવી હતી.

તમને જણાવી દઈએ કે વડગામ અનુસૂચિત જાતિ (એસસી) માટે અનામત બેઠક છે, જ્યાં મુસ્લિમ મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવે છે. મુસ્લિમ મતદારોની સંખ્યા અંદાજે 90,000 જેટલી છે, જે વડગામના 2.94 લાખ મતદારોમાં ત્રીજા ભાગના મતદારો ધરાવે છે. જેમાં ૪૪,૦૦૦ જેટલા દલિત મતદારો અને ૧૫,૦૦૦ રાજપૂતો છે. બાકીનામાં મોટાભાગે ઓબીસીનો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે ભાજપે 182 બેઠકોમાંથી 150થી વધુ બેઠકો કબ્જે કરી લીધી છે, જે માત્ર પક્ષ માટે જ નહિ પરંતુ રાજ્ય માટે પણ એક રેકોર્ડ છે. 1985માં કોંગ્રેસે 149 બેઠકો જીતીને બનાવેલા રેકોર્ડને તોડી દીધો છે. ભાજપે ગુજરાતમાં સતત સાતમી ટર્મ મેળવી છે - જે પણ વધુ એક રેકોર્ડ છે. તેની જીત વડા પ્રધાન દ્વારા ભજવવામાં આવેલી કેન્દ્રીય ભૂમિકાને આભારી છે, જેમણે તેમના ગૃહ રાજ્યમાં 30થી વધુ રેલીઓ યોજીને પ્રચાર કર્યો હતો.

English summary
Gujarart Results 2022: Congress Jignesh Mewani wins Vadgam seat again
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X