ગુજરાત : અબડાસા મદરેસાના 21 વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગ

અબડાસાના તાલુકાના નલિયા ગામના એક મદરેસામાં શુક્રવારે સવારે બાળકોને ખાવાનામાં ભાત અને શાક આપવામાં આવ્યા હતા. આ ખાવાનું એક દિવસ પહેલા બનાવવામાં આવ્યું હતું. કારણ કે રોજા ચાલતા હોવાથી બાળકોને વહેલી સવારે જમવાનું આપી શકાય. આ ભોજન ખાધાના થોડા જ સમયમાં બાળકોને ઝાડા ઉલટી થયા હતા.
બાળકોની તપાસ નલિયાની સરકારી હોસ્પિટલમાં કરવામાં આવી છે. બે બાળકોને ગંભીર હોવાથી ખાસ સારવાર આપવામાં આવી રહી છે. જ્યારે અન્ય બાળકોને રજા આપી દેવામાં આવી છે. આ માહિતી જિલ્લા સ્વાસ્થ્ય અધિકારીએ આપી છે.












Click it and Unblock the Notifications
