For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં ધારાસભ્યો માલામાલ : 182માંથી 57 ધારાસભ્યો કરોડપતિ

|
Google Oneindia Gujarati News

Gujarat : 57 out of 182 MLA are Crorepati
ગાંધીનગર : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2007માં 182માંથી 57 એટલે કે 31.3 ટકા ધારાસભ્યો કરોડપતિ છે. આ 57 ધારાસભ્યોમાંથી 32 ટકા ધારાસભ્યો ભાજપના છે. જ્યારે 31 ટકા ધારાસભ્યો કોંગ્રેસના છે. કરોડપતિ ધારાસભ્યો હોવામાં ભાજપ સૌથી આગળ છે.

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) દ્વારા ધારસભ્યો દ્વારા સોંપવામાં આવેલા સોગંદનામાને આધારે આ તારણ કાઢ્યું છે. જેમાં ભાજપના 121માંથી 38 એટલે કે 31.4 ટકા ધારાસભ્યો કરોડ પતિ છે. કોંગ્રેસના 55માંથી 17 એટલે કે 30.9 ટકા ધારાસભ્યો કરોડપતિ છે. અપક્ષ 2 ઉમેદવારોમાંથી એક એટલે કે 50 ટકા ધારાસભ્ય કરોડપતિ છે. એનસીપીના 3 ધારાસભ્યોમાંથી એક એટલે કે 33.3 ટકા ધારાસભ્ય કરોડપતિ છે.

એક રસપ્રદ તારણ અનુસાર ગુજરાતમાં વર્ષ 2007માં ચૂંટાયેલા ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ રૂ. 1.64 કરોડ છે. ગુજરાતમાં મુખ્ય પક્ષો ભાજપના ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ રૂ. 1.84 કરોડ અને કોંગ્રેસના ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ રૂ. 1.30 કરોડ છે. જ્યારે એનસીપીના ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ રૂ. 71 લાખ અને અપક્ષ ધારાસભ્યોની સ્વતંત્ર સરેરાશ સંપત્તિ રૂ. 2 કરોડ જેટલી છે.

2007માં ચૂંટાયેલા સૌથી વધારે સંપત્તિ ધરાવતા ટોપ ટેન MLA
1.
નામ : સૌરભ વાય દલાલ (પટેલ)
જિલ્લો : ભાવનગર
બેઠક :બોટાદ
પક્ષ : ભાજપ
ચલ સંપત્તિ : રૂ. 65.29 કરોડ
અચલ સંપત્તિ : રૂ. 54.85 કરોડ

2.
નામ : સિધ્ધાર્થ સી પટેલ
જિલ્લો : બરોડા
બેઠક : ડભોઇ
પક્ષ : કોંગ્રેસ
ચલ સંપત્તિ : રૂ. 19.71 કરોડ
અચલ સંપત્તિ : રૂ. 9.18 કરોડ

3.
નામ : જવાહરભાઇ પી ચાવડા
જિલ્લો : જૂનાગઢ
બેઠક : માણાવદર
પક્ષ : કોંગ્રેસ
ચલ સંપત્તિ : રૂ. 18.32 કરોડ
અચલ સંપત્તિ : રૂ. 3.37 કરોડ

4.
નામ : પભુભા વી માણેક
જિલ્લો : જામનગર
બેઠક : દ્વારકા
પક્ષ : ભાજપ
ચલ સંપત્તિ : રૂ. 13.48 કરોડ
અચલ સંપત્તિ : રૂ. 8.20 કરોડ

5.
નામ : હરિભાઇ ઓ સોલંકી
જિલ્લો : અમરેલી
બેઠક : રાજુલા
પક્ષ : ભાજપ
ચલ સંપત્તિ : રૂ. 12.79 કરોડ
અચલ સંપત્તિ : રૂ. 1.23 કરોડ

6.
નામ : પરસોત્તમ એ સોલંકી
જિલ્લો : ભાવનગર
બેઠક : ઘોઘા
પક્ષ : ભાજપ
ચલ સંપત્તિ : રૂ. 11.38 કરોડ
અચલ સંપત્તિ : રૂ. 68.97 લાખ

7.
નામ : અનિલ પી પટેલ
જિલ્લો : મહેસાણા
બેઠક : મહેસાણા
પક્ષ : ભાજપ
ચલ સંપત્તિ : રૂ. 8.81 કરોડ
અચલ સંપત્તિ : રૂ. 7.81 કરોડ

8.
નામ : બાબુભાઇ જે દેસાઇ
જિલ્લો : બનાસકાંઠા
બેઠક : કાંકરેજ
પક્ષ : ભાજપ
ચલ સંપત્તિ : રૂ. 6.42 કરોડ
અચલ સંપત્તિ : રૂ. 1.35 કરોડ

9.
નામ : અમિત એ શાહ
જિલ્લો : અમદાવાદ
બેઠક : સરખેજ
પક્ષ : ભાજપ
ચલ સંપત્તિ : રૂ. 5.57 કરોડ
અચલ સંપત્તિ : રૂ. 4.69 કરોડ

10.
નામ : દિનેશ બી પટેલ
જિલ્લો : બરોડા
બેઠક : પાદરા
પક્ષ : અપક્ષ
ચલ સંપત્તિ : રૂ. 4.51 કરોડ
અચલ સંપત્તિ : રૂ. 49.66 કરોડ

વર્ષ 2007માં ચૂંટાયેલા સૌથી ઓછી સંપત્તિ ધારવતા ટોપ 10 MLA

1.
નામ : કનુભાઇ કે કલસરિયા
જિલ્લો : ભાવનગર
બેઠક : મહુવા-ભાવનગર
પક્ષ : ભાજપ
ચલ સંપત્તિ : રૂ. 67000
અચલ સંપત્તિ : રૂ. 95000

2.
નામ : અમરસિંહ આર વસાવા
જિલ્લો : નર્મદા
બેઠક : દેડિયાપાડા
પક્ષ : કોંગ્રેસ
ચલ સંપત્તિ : રૂ. 51329
અચલ સંપત્તિ : રૂ. 3 લાખ

3.
નામ : મહેન્દ્ર એલ મશરૂ
જિલ્લો : જૂનાગઢ
બેઠક : જૂનાગઢ
પક્ષ : ભાજપ
ચલ સંપત્તિ : રૂ. 1.10 લાખ
અચલ સંપત્તિ : રૂ. 2.55 લાખ

4.
નામ : ભાવનાબહેન આર મકવાણા
જિલ્લો : ભાવનગર
બેઠક : તળાજા
પક્ષ : ભાજપ
ચલ સંપત્તિ : રૂ. 3.67 લાખ
અચલ સંપત્તિ : રૂ. -

5.
નામ : મો. જાવેદ એ પીરઝાદા
જિલ્લો : રાજકોટ
બેઠક : વાંકાનેર
પક્ષ : કોંગ્રેસ
ચલ સંપત્તિ : રૂ. 2.75 લાખ
અચલ સંપત્તિ : રૂ. 1.50 લાખ

6.
નામ : વજેસિંગભાઇ પી પાંડા
જિલ્લો : દાહોદ
બેઠક : દાહોદ
પક્ષ : કોંગ્રેસ
ચલ સંપત્તિ : રૂ. 1.90 લાખ
અચલ સંપત્તિ : રૂ. 2.50 લાખ

7.
નામ : હર્ષદ સી વસાવા
જિલ્લો : નર્મદા
બેઠક : રાજપીપળા
પક્ષ : ભાજપ
ચલ સંપત્તિ : રૂ. 3.85 લાખ
અચલ સંપત્તિ : રૂ. 1.88 લાખ

8.
નામ : લાલજીભાઇ પી સોલંકી
જિલ્લો : જામનગર
બેઠક : જામનગર (ગ્રામ્ય0
પક્ષ : ભાજપ
ચલ સંપત્તિ : રૂ. 2.33 લાખ
અચલ સંપત્તિ : રૂ. 3.49 લાખ

9.
નામ : રજનીકાંત એસ પટેલ
જિલ્લો : પાટણ
બેઠક : ચાણસ્મા
પક્ષ : ભાજપ
ચલ સંપત્તિ : રૂ. 3.18 લાખ
અચલ સંપત્તિ : રૂ. 3 લાખ

10.
નામ : ગૌતમભાઇ જે ઝાલા
જિલ્લો : ખેડા
બેઠક : કઠલાલ
પક્ષ : કોંગ્રેસ
ચલ સંપત્તિ : રૂ. 2.76 લાખ
અચલ સંપત્તિ : રૂ. 4 લાખ

English summary
Gujarat : 57 out of 182 MLA are Crorepati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X