For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં 12માં માટે શાળાઓ ખોલ્યા બાદ હવે 9થી 11 માટે પણ રાજ્ય સરકાર ટૂંક સમયમાં લઈ શકે છે નિર્ણય

ધોરણ 12 માટે શાળાઓ ખોલ્યા બાદ હવે રાજ્ય સરકાર ધોરણ 9થી 11 માટે પણ ઑફલાઈન શિક્ષણ શરૂ કરવા અંગે વિચારી રહી છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ કોરોના વાયરસની બીજી લહેરે દેશમાં કહેર વર્તાવ્યા બાદ હાલમાં કોરોના સંક્રમણના કેસોમાં સતત ઘટાડો આવી રહ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો કોરોના પ્રતિબંધો ધીમે ધીમે હળવા કરી રહી છે. જે ક્રમમાં ધોરણ 12 માટે શાળાઓ ખોલ્યા બાદ હવે રાજ્ય સરકાર ધોરણ 9થી 11 માટે પણ ઑફલાઈન શિક્ષણ શરૂ કરવા અંગે વિચારી રહી છે. જેના માટે શિક્ષણ વિભાગમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે. શાળા સંચાલકોએ પણ ડીઈઓને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. જેને પગલે સોમવારથી સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવે તેવી સંભાવના છે.

schools

ઉલ્લેખનીય છે કે ગુજરાત વાલીમંડળે સ્કૂલો શરૂ થયા પહેલા સંચાલકો એસઓપીનુ પાલન કરશે એવુ એફિડેવિટ લઈને આપે તેવી માંગણી કરી છે. વાલીમંડળે અમુક માંગણીઓ કરી છે જેમાં ધોરણ 9થી 11ના વર્ગ શરૂ કરતા પહેલા સંચાલકો પાસેથી ફરજિયાત કોરોનાથી સાવધાની માટે એસઓપીનુ પાલન કરવામાં આવશે તેવી એફિડેવિટ કરાવવી, તમામ વાલીઓએ અને શિક્ષકોએ ફરજિયાત વેક્સીન લીધેલી હોવી જોઈએ વગેરે જેવી માંગણીઓ કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 28 કેસ સામે આવ્યા જ્યારે 50 લોકો રિકવર થઈને ઘરે જતા રહ્યા. રાજ્યમાં અત્યાર સુધી 8,24,574 લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે જેમાંથી 8,14,109 લોકો રિકવર થઈને ઘરે પહોંચીગયા છે. કોરોના સંક્રમણથી અત્યાર સુધીમાં 10076 લોકોના જીવ જઈ ચૂક્યા છે. બુધવારે રાજ્યમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 389 હતી જ્યારે કોરોનાથી મોતનો એક પણ કેસ નોંધવામાં આવ્યો નથી.

મહાનગરપાલિકાઓ અમદાવાદમાં ચાર, સુરતમાં 4, વડોદરામાં 8, રાજકોટ અને જૂનાગઢમાં 1-1 કોરોના કેસ નોંધવામાં આવ્યો છે. વળી, અન્ય મહાનગરપાલિકાઓ ભાવનગર, જામનગર, ગાંધીનગરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનો એક પણ કેસ નોંધવામાં આવ્યો નથી. રાજ્યના જિલ્લાઓ ગિર સોમનાર, જામનગર, જૂનાગઢ, નવસારી, પોરબંદર, વલસાડના પૂર્ણામાં 1-1 કેસ નોંધવામાં આવ્યો. આણંદ જિલ્લામાં કોરોનાના 2 કેસ નોંધવામાં આવ્યા છે. વળી, અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, બોટાદ, છોટા ઉદેપુર, ડાંગ, દાહોદ, દેવભૂમિ દ્વારકા, ખેડા, કચ્છ, મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર અને તાપીમાં સંક્રમણનો એક પણ કેસ નોંધવામાં આવ્યો નથી.

English summary
After opening schools for 12th in Gujarat, the state government may soon take a decision for 9th to 11th
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X