Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગુજરાત સરકારે 32.49 લાખ ખેડૂતોને 9,466 કરોડની સહાય ચુકવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે યોજાયેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં કૃષિ રાહત પેકેજની પ્રગતિની વ્યાપક સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં ખેડૂતોને સહાય ચૂકવણીની વર્તમાન સ્થિતિ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

આ અંગે વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, કૃષિ રાહત પેકેજ હેઠળ 32 લાખથી વધુ ખેડૂતોના કુલ 9,516 કરોડના ઓનલાઈન બિલો તૈયાર થયા છે. અત્યાર સુધીમાં 32.49 લાખ ખેડૂતોના બેંક ખાતામાં કુલ 9,466 કરોડથી વધુની સહાય સીધી જ ચૂકવવામાં આવી છે.

ઓક્ટોબર 2025માં થયેલા કમોસમી વરસાદના સંદર્ભમાં, પ્રવક્તા મંત્રી વાઘાણીએ જણાવ્યું કે, રાજ્યના 33 જિલ્લાઓના 30,06,865 લાભાર્થીઓ માટે 8,610 કરોડના ઓનલાઈન બિલો તૈયાર કરાયા છે. તે પૈકી, 29,93,689 ખેડૂતોને કુલ 8,571 કરોડની સહાય ચૂકવી દેવામાં આવી છે.

સપ્ટેમ્બર 2025માં થયેલા ભારે વરસાદથી અસરગ્રસ્ત પાંચ જિલ્લાઓ માટેની સહાય અંગે વાઘાણીએ માહિતી આપતા જણાવ્યું કે, 2,34,386 લાભાર્થીઓના કુલ 792 કરોડના ઓનલાઈન બિલો તૈયાર કરવામાં આવ્યા હતા. આમાંથી 2,33,777 ખેડૂતોને 791.19 કરોડની સહાય ચૂકવવામાં આવી છે.

જમીન સુધારણા યોજના હેઠળ, કુલ 41,777 ખેડૂતોની અરજીઓ પ્રાપ્ત થઈ હતી. તેમાંથી 34,615 લાભાર્થીઓ માટે 113.01 કરોડના ઓનલાઈન બિલો બનાવવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં, 31,958 મંજૂર થયેલા ખેડૂતોને કુલ 104.37 કરોડની સહાય ચૂકવવામાં આવી છે.

કેબિનેટ બેઠકમાં થયેલી સમીક્ષા મુજબ, રાજ્ય સરકારે કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે 32 લાખથી વધુ ખેડૂતોને કૃષિ રાહત પેકેજ અંતર્ગત કરોડો રૂપિયાની સહાય આપી છે.

નોંધનીય છે કે, ગુજરાત સરકારે 7 નવેમ્બર, 2025ના રોજ 10,000 કરોડના કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી હતી. આ પેકેજ ખાસ કરીને ઓગસ્ટ-સપ્ટેમ્બર 2025માં કમોસમી વરસાદથી થયેલા પાકના નુકસાનને આવરી લેવા માટે હતું. આ અંતર્ગત, ખેડૂતોને પ્રતિ હેક્ટર 22,000 (મહત્તમ બે હેક્ટર, એટલે કે કુલ ₹44,000 પ્રતિ ખેડૂત) ચૂકવવામાં આવશે.

આ રાહત પેકેજની એક મહત્વપૂર્ણ જોગવાઈ એ હતી કે તેમાં પિયત અને પિયત વગરની જમીન માટેના ભેદભાવપૂર્ણ નિયમને હટાવી દેવામાં આવ્યો હતો, જેથી વધુ ખેડૂતો લાભાર્થી બની શકે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X