ગુજરાતના સુરતમાં પાસપોર્ટની ઓનલાઇન એપોઇન્ટમેન્ટ મળશે
સુરત, 3 સપ્ટેમ્બર : ગુજરાતના દક્ષિણ પ્રદેશમાં અને સુરતમાં રહેનારા અને ઝડપી પાસપોર્ટ મેળવવા ઇચ્છુક વ્યક્તિઓ માટે આનંદના સમાચાર આવ્યા છે. સુરત ખાતેની રિજિઓનલ પાસપોર્ટ ઓફિસ (આરપીઓ -RPO)એ ભીડ ઓછી કરવા અમર્યાદિત સમય માટે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ મેળવવાની વ્યવસ્થા શરૂ કરી છે.
આ અંગે પાસપોર્ટ ઓફિસના સૂત્રોના જણાવ્યા અનુસાર 'પાસપોર્ટ સેવા કેન્દ્ર ખાતે અરજદારોને એપોઇન્ટમેન્ટ આપવા માટે સ્ટાન્ડર્ડ 45 દિવસનો નિયમ અનુસરવામાં આવતો હતો. હવે 45 દિવસમાં જો પાસપોર્ટ અરજદારને એપોઇન્ટમેન્ટ ના મળે તો તે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અરજી કરી શકે છે. તેના માટે સમયની કોઇ મર્યાદા નથી.'

આ અંગે સુરત પાસપોર્ટ ઓફિસના અધિકારી કુમાર નિત્યાનંદે જણાવ્યું છે કે 'પાસપોર્ટ સેવા કેન્દ્રમાં એપોઇન્ટમેન્ટના સંદર્ભમાં સુરત અને દક્ષિણ ગુજરાતના અરજદારો તરફથી અનેક ફરિયાદો મળી રહી હતી. અનેક લોકોને ઓનલાઇન અરજી કર્યા બાદ એક મહિનાથી વધારે સમય માટે એપોઇન્ટમેન્ટ મળી રહી ન હતી. હવે કોઇને પણ પાસપોર્ટ ઇન્ટરવ્યૂ માટે તક મળી રહેશે કારણ કે સમય મર્યાદા રાખી નથી.'
છેલ્લા બે દિવસથી આ સેવા શરૂ કરવામાં આવી છે. અમારી 60 દિવસની એપોઇન્ટમેન્ટ બુક થઇ ગઇ છે. આમ કરવાથી પાસપોર્ટ સેવા કેન્દ્ર ખાતે એપોઇન્ટમેન્ટ લેવા આવતા દૈનિક 700 લોકોની સંખ્યામાં ઘટાડો થવાની શક્યતા છે.












Click it and Unblock the Notifications
