ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે કે. એલ. એન. રાવની નિમણૂક કરાઈ
ગુજરાત પોલીસ બેડામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. રાજ્યના વર્તમાન DGP વિકાસ સહાય આજે વયનિવૃત્ત થયા છે.

વિકાસ સહાયની નિવૃત્તિ બાદ ખાલી પડેલી જગ્યા પર રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. હવે ડો. કે. લક્ષ્મી નારાયણ રાવને આ જવાબદારી સોંપાઈ છે.
ગૃહ વિભાગના આદેશ અનુસાર, ડો. કે. એલ. એન. રાવને આગામી સૂચના ન મળે ત્યાં સુધી ગુજરાતના ઈન્ચાર્જ DGP તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ડો. રાવ અત્યાર સુધી રાજ્યમાં મહત્વની કાયદો અને વ્યવસ્થાની જવાબદારીઓ સંભાળતા રહ્યા છે. હવે તેઓ રાજ્યના પોલીસ વડા તરીકે ફરજ બજાવશે.
રાજ્ય સરકારના આ સત્તાવાર આદેશ સાથે જ પોલીસ તંત્રમાં નવા વડાના આગમનને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.












Click it and Unblock the Notifications
