હાર્દિક પટેલ સામે બિન જામીનપાત્ર વોરંટ રદ્દ કરાયો
ગુજરાતની વિસનગર કોર્ટે હાર્દિક પટેલના બિનજામીન પાત્ર વોરંટ રદ્દ કર્યો . જો કે લાલજી પટેલની મુશ્કેલીઓ હજી તેમની તેમ જ છે. વધુ વાંચો અહીં
વિસનગર કોર્ટ દ્વારા ગઈકાલે પાસ લીડર હાર્દિક પટેલ અને લાલજી પટેલ વિરુદ્ધ બિનજામીન પાત્ર વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું કારણ કે બન્ને લોકો ત્રણ વોરંટ બાદ પણ કોર્ટે માં વિસનગર ના ધારાસભ્ય ની ઓફિસ માં તોડફોડ ના કેસમાં હાજર નહોતા રહ્યાં . જોકે આજે હાર્દિક પટેલ કૉર્ટ માં હાજર રહ્યો હતો અને તેનું વોરંટ રદ્દ કરવાની અરજી કરી હતી. જે કોર્ટ દ્વારા માન્ય રાખવામાં આવી હતી. જોકે લાલજી પટેલ હજુ કોર્ટ માં હાજર નથી રહ્યા જેથી તેમની ધરપકડ થવાની શકયતા વધી છે. પરંતુ સૂત્રોનું કહેવું છે કે લાલજી પટેલ આવતી કાલે કોર્ટમાં હાજર રહે તેવી શકયતા છે.

ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ પર બુધવારે કોર્ટમાં હાજર ન રહેવા મામલે બિનજામીન પાત્ર વોરંટ નીકળવામાં આવ્યો હતો. તે પછી આજે હાર્દિકે કોર્ટમાં હાજરી આપી હતી. વધુમાં તાજ હોટલ મામલે પણ હાલ હાર્દિક પટેલ પર વિવાદ ચાલી રહ્યો છે. તો બીજી તરફ આજે રેશ્મા પટેલ દ્વારા શહીદોના પરિવારને ચેક વિતરણ કરવામાં આવશે તેવી પણ જાણકારી મળી છે. ત્યારે આ કાર્યક્રમમાં પણ પાટીદારો દ્વારા વિરોધ કરવામાં આવશે કે કેમ તે હવે જોવાનું રહ્યું.












Click it and Unblock the Notifications
