ગુજરાતઃ કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા MLA અશ્વિન કોટવાલ

વધુ એક કોંગ્રેસ ધારાસભ્ય કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે. જાણો વિગત..

અમદાવાદઃ ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં 77 સીટો જીતનાર કોંગ્રેસના ધારાસભ્યો એક પછી એક ઓછા થતા ગયા. હવે વધુ એક ધારાસભ્યએ કોંગ્રેસ છોડી દીધુ છે ત્યારબાદ હવે કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા ગુજરાતમાં 63 રહી ગઈ છે. કોંગ્રેસમાંથી રાજીનામુ આપનાર આ ધારાસભ્ય છે અશ્વિન કોટવાલ.

gujarat mla

અશ્વિન કોટવાલ ગઈ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસમાં ખેડબ્રહ્મા વિધાનસભામાંથી ચૂંટણી જીત્યા હતા. કોંગ્રેસ છોડીને હવે તે સત્તારુઢ ભાજપનો હિસ્સો બની રહ્યા છે. અશ્વિન કોટવાલે કહ્યુ કે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી પ્રભાવિત છે અને માટે હવે તેમની પાર્ટીમાં જશે. અશ્વિન કોટવાલે કહ્યુ કે, 'હું 2007થી ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્ય તરીકે કામ કરી રહ્યો છુ. હું મોદીજીની કાર્યશૈલીને ત્યારથી જોઈ રહ્યો છે જ્યારે તે ગુજરાતના મુખ્યમંત્રી હતી. હું ત્યારથી તેમનાથી પ્રભાવિત છુ પરંતુ વિચારધારાના કારણે કોંગ્રેસમાં રહ્યો.'

અશ્વિન કોટવાલે આગળ કહ્યુ કે, 'હવે એવુ લાગે છે કે જો હું પોતાના ક્ષેત્રમાં આદિવાસીઓનો વિકાસ કરવા માંગતો હોય અને તેમના માટે કામ કરવા માંગતો હોય તો માત્ર ભાજપ જ વિકાસ અને બદલાવ લાવી શકે છે. માટે હવે હું ભાજપ સાથે જોડાઈ રહ્યો છુ.'

ભાજપ પાસે હવે 100થી વધુ સીટો

આ વર્ષે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. ગઈ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 99 સીટો જીતી હતી. જો કે, બાદમાં જ્યારે કોંગ્રેસ પાર્ટીમાં આંતરકલેશ થયો ત્યારે ભાજપના ધારાસભ્યોની સંખ્યા વધતી ગઈ. હવે ભાજપ પાસે 111 ધારાસભ્ય થઈ ગયા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X