ભાજપે ઉમેદવારોની યાદી રજૂ કરી શરૂ કરી તેની સાયકોલોજીકલ ગેમ

Written By:
Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ તેના 70 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું છે. નોંધનીય છે કે આ લિસ્ટમાં મોટા ભાગના સીનિયર નેતાઓને જે તે સીટથી રિપિટ કરવામાં આવ્યા છે. આમ ભાજપે તેના વરિષ્ઠ નેતાઓને તો ખુશ કર્યા પણ સાથે તેની સાયકોલોજીકલ ગેમ શરૂ કરી દીધી છે. નોંધનીય છે કે આ લીસ્ટ મુજબ રાજકોટ વેસ્ટની સીટ વિજય રૂપાણીને, મહેસાણાની નીતિનભાઇ પટેલને અને ભાવનગર વેસ્ટની સીટ જીતુભાઇ વાઘાણીને રિપિટ કર્યા છે. એટલું જ નહીં ધોળકામાં ભુપેન્દ્ર સિંહ ચુડાસમા અને વાવમાં શંકરભાઇ ચૌધરી પણ રિપિટ કરવામાં આવ્યા છે. જો કે આમ કરીને ચોક્કસથી ભાજપે તેના જૂના નેતાઓ પર વિશ્વાસ મૂક્યા છે પણ મહેસાણા અને રાજકોટ વેસ્ટ જેવી બેઠકો કે જ્યાં પાટીદારોની સંખ્યા વધુ છે ત્યાં આ વાતને જોતા ભાજપે મોટો રિસ્ક લીધો છે તેમ પણ લાગી રહ્યું છે.

Ex કોંગ્રેસી નેતાઓને ખુશ

Ex કોંગ્રેસી નેતાઓને ખુશ

વધુમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા 5 નેતાઓને પણ ભાજપે આ વખતે ટિકિટ આપી છે. જામનગર રૂરલમાંથી રાઘવજી પટેલ, ઠાસરાથી રામસિંહ પરમાર, ગોધરાથી સી.કે.રાઉલજી, જામનગર ઉત્તરથી ધર્મેન્દ્ર જાડેજાને ઠાસરાથી રામ પરમારને ભાજપ આ વખતે ટીકીટ આપી છે. ગોધરામાં ગત વર્ષે પણ સી.કે. રાઉલે ભાજપને હરાવ્યા હતા. ત્યારે આ કોંગ્રેસી નેતાઓ જે હવે ભાજપમાં જોડાયા છે તે હવે ભાજપને આવનારી ચૂંટણીમાં ફાયદો કરાવશે.

મહિલાઓ

મહિલાઓ

ભાજપે આ પહેલી યાદીમાં ખાલી 4 મહિલા ઉમેદવારોને જ ટિકીટ આપી છે. ચોંકવનારી વાત એ છે કે ખેડબ્રહ્મામાં ગત વર્ષે હારેલા રમીલાબેનને ભાજપે ફરી એક વખત ટીકિટ આપી છે. વધુમાં વડોદરાના નમિષા વકીલ, લિમબાયતના સંગીતા પાટીલ અને ભાવનગર પૂર્વના વિભાવરીબેન દવેને ભાજપે આ વખતની ચૂંટણી માટે ટીકીટ આપી છે.

સાયકોલોજીકલ ગેમ

સાયકોલોજીકલ ગેમ

ભાજપે આ વખતે તેના તમામ જૂના નેતાઓને જે તે જૂની બેઠક સાથે રીપીટ કર્યા છે. આમ ભાજપે તેના જૂના નેતાઓ પર મોટા વિશ્વાસ મૂક્યો છે. સાથે જ કદાવર નેતાઓની સાયકોલોજીકલ ગેમ રમવાની પણ શરૂ કરી દીધી. આવનારી ચૂંટણીમાં લોકો જૂના, જાણીતા અને કદાવર નેતા તરફ પોતાની પસંદગી બતાવી શકે છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અનેક નેતા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા છે. જ્યાં ત્યાં કોંગ્રેસને નવા નેતાઓને આગળ મુકવાનો વખત આવ્યો છે. ત્યારે સામાન્ય રીતે નવા નેતા કરતા જાણીતા નેતા વોટ આપવાનું લોકો વધુ પસંદ કરતા હોય છે.

પાટીદાર ફેક્ટર

પાટીદાર ફેક્ટર

ભાજપ દ્વારા 70 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં નીતિન પટેલથી લઇને જીતુ વાઘાણી એમ કુલ 13 જેટલા પટેલ ઉમેદવારોને ટીકિટ આપવામાં આવ છે. ચોક્કસથી આ વખતે પણ ભાજપની ટિકીટ ફાળવણીમાં પાટીદારો પ્રભાવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં ડિસેમ્બરમાં બે તબક્કામાં મતદાન થશે. ત્યારે શું આ 70 ઉમેદવારો ભાજપના 150 સીટોના ધ્યેયને પ્રાપ્ત કરવામાં ખરા ઉતરશે કે કેમ તે હવે જોવું રહ્યું.

English summary
Gujarat Assembly Election 2017 : BJP strategy behind the first candidate list.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.