Poll : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 141 સીટો મળશે ભાજપને

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા એક પછી એક અલગ અલગ ચેનલો તેમના ઓપિનિયન પોલ બહાર પાડી રહી છે. ત્યારે ન્યૂઝ નેશનના ઓપિનિયન પોલ પ્રમાણે ગુજરાતમાં કોની સરકાર બનશે જાણો અહીં.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ બન્ને પોતાની તાકાત લગાવી રહ્યું છે. આ વખતની ચૂંટણી બન્ને માટે અસ્તિત્વની લડાઇ બની ગઇ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ન્યૂઝ નેશન ના સર્વેએ જણાવ્યું છે કે આ ચૂંટણીમાં વિકાસનો મુદ્દો સૌથી મહત્વનો બન્યો છે. આ સર્વે મુજબ કોંગ્રેસના ભાગમાં ખાલી 37-47 સીટો આવશે તો બીજી તરફ ભાજપને 131-141 સીટો મળશે. મધ્ય ગુજરાતમાં ભાજપને 23 તો કોંગ્રેસને 17 સીટો મળશે. ન્યૂઝ નેશન સર્વે મુજબ 27 ટકા લોકોએ માન્યું કે પાટીદાર આંદોલનની અસર થઇ છે. 44 ટકા લોકોએ તે પણ માન્યું કે સત્તાધારી પાર્ટી ભાજપ પર આની કોઇ અસર નહીં પડે.

gujarat

આમાં ખાલી 4 ટકા લોકોએ માન્યું કે નોટબંધી મોટો મુદ્દો છે. સાથે 31 ટકા લોકોનું માનવું છે કે ગુજરાતમાં વિકાસ સૌથી મોટો મુદ્દો છે. નોંધનીય છે કે ગુજરાતમાં 9મીએ પહેલા ચરણનું મતદાન છે અને 14મી ડિસેમ્બરે બીજા ચરણનું મતદાન છે. ત્યારે 18મીએ પરિણામ આવશે. ત્યારે ગુજરાતની 182 બેઠકો પર આ વખતની ચૂંટણીમાં દેશભરના લોકોની નજર મંડાયેલી છે. મતદાન પહેલા જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને અલગ અલગ ન્યૂઝ ચેનલમાં વિવિધ સર્વે હાથ ધરવામાં આવ્યા છે. જે બતાવે છે કે કોંગ્રેસને આ વખતે ફાયદો થયો છે તેમ છતાં ભાજપ આ વખતે પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં લીડ પર છે. અને ગુજરાતમાં ફરી એક વાર કમળ ખીલે તેવી સંભાવના છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X