Gujarat Assembly Election 2022 : ધોરાજીમાં બોગસ બુથ લેવલ ઓફિસર ઝડપાયા, જિલ્લા ચૂંટણી અધિકારીએ કાર્યવાહી કરી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે શાંતિપુર્ણ રીતે મતદાન ચાલી રહ્યુ છે. સામે આવી રહેલી વિગતો અનુસાર, 11 વાગ્યા સુધીમાં રાજ્યમાં સરેરાશ 19 ટકા આસપાસ મતદાન નોંધાયુ છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે શાંતિપુર્ણ રીતે મતદાન ચાલી રહ્યુ છે. સામે આવી રહેલી વિગતો અનુસાર, 11 વાગ્યા સુધીમાં રાજ્યમાં સરેરાશ 19 ટકા આસપાસ મતદાન નોંધાયુ છે. જો કે મતદાન સાથે સાથે કેટલાક વિવાદો પણ સામે આવ્યા છે.

મતદાન વચ્ચે ધોરાજીમાં બોગસ બીએલઓ ઝડપાયા હોવાના પણ અહેવાલ છે. મળતી વિગતો અનુસાર, રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારીને ધોરાજીમાં ગેરકાયદે પ્રિસાઈડિંગ ઓફિસર કામગીરી કરતા હોવાની ફરિયાદ મળી હતી. જો કે તપાસ દરમિયાન ગેરકાયદે પ્રિસાઈડિંગ ઓફિસર નહીં પરંતુ બુથ લેવલ ઓફિસર હોવાનું સામે આવ્યુ હતું.
માહિતી અનુસાર, આ ગેરકાયદે ફરજ બજાવી રહેલા બીએલઓ તેમની પત્નીની જગ્યાએ ફરજ બજાવી રહ્યા હતા. હવે તેમને હટાવીને નવા બીએલઓની નિમણૂક કરવામાં આવી છે. અહીં તમને જણાવી દઈએ કે, રાજ્યમાં શાંતિપુર્ણ રીતે મતદાન ચાલી રહ્યુ છે.
અહીં એ વાત પણ ઉલ્લેખનિય છે કે, આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ ઈલેક્શન કમિશન પર ધીમુ મતદાન કરાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, તેમને હરાવવા માટે ધીમુ મતદાન કરાવાઈ રહ્યુ છે.
-
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?










Click it and Unblock the Notifications
