For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Jasdan Assembly Seat: અહીંથી પહેલાવાર જીત્યુ હતુ ભાજપ, જાણો કેવો છે આ સીટનો ઇતિહાસ

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં રાજકોટની જસદણ વિધાનસભા બેઠક રાજ્યની મહત્વની બેઠકોમાંની એક છે. અહીં યોજાયેલી છેલ્લી ચૂંટણીમાં શાસક પક્ષ ભાજપ અને મુખ્ય વિપક્ષ કોંગ્રેસ વચ્ચે મુકાબલો રહ્યો છે. આ વખતે આમ આદમી પાર્ટી પણ પુરી તાકાત

|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં રાજકોટની જસદણ વિધાનસભા બેઠક રાજ્યની મહત્વની બેઠકોમાંની એક છે. અહીં યોજાયેલી છેલ્લી ચૂંટણીમાં શાસક પક્ષ ભાજપ અને મુખ્ય વિપક્ષ કોંગ્રેસ વચ્ચે મુકાબલો રહ્યો છે. આ વખતે આમ આદમી પાર્ટી પણ પુરી તાકાત સાથે મેદાનમાં છે. 2018ની પેટાચૂંટણી સિવાય બીજેપી અહીં ક્યારેય જીતી શકી ન હતી. ભાજપ તરફથી કુંવરજીભાઈ મોહનભાઈ બાવળિયા મેદાનમાં છે, જેઓ ગત ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. આ બેઠક પર કોળી મતદારો ઉમેદવારોની જીત કે હાર નક્કી કરે છે.

કોંગ્રેસે 2017માં અહીં જીત મેળવી હતી

કોંગ્રેસે 2017માં અહીં જીત મેળવી હતી

  • 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે આ સીટ જીતી હતી. INCના ઉમેદવાર કુંવરજી બાવળિયાએ ભાજપના ભરત બોઘરાને માત્ર નવ હજાર મતોથી હરાવ્યા હતા. આ ચૂંટણીમાં કુલ 15 ઉમેદવારો મેદાનમાં હતા. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને બાદ કરતાં બાકીના 13 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ હતી.
  • 2017 પહેલા કોંગ્રેસે 2012ની ચૂંટણીમાં આ સીટ જીતી હતી. કોંગ્રેસમાંથી ચૂંટણી લડેલા ભોલાભાઈ ગોહેલે ભાજપના ઉમેદવાર ભરત બોઘરાને હરાવ્યા હતા.
કોંગ્રેસ ધારાસભ્યએ 2018માં પક્ષ બદલ્યો

કોંગ્રેસ ધારાસભ્યએ 2018માં પક્ષ બદલ્યો

2017માં કોંગ્રેસની ટિકિટ પર જીતેલા કોંગ્રેસના ધારાસભ્ય કુંવરજી બાવળિયાએ 2018માં પાર્ટીને અલવિદા કહી દીધું હતું. જો કે, પેટાચૂંટણીમાં, તેમણે ભાજપને જીત તરફ દોરી, આ બીજેપીની પર પાર્ટીની પ્રથમ જીત હતી.

બાવળિયાને આપી ફરી ટિકીટ

બાવળિયાને આપી ફરી ટિકીટ

ભાજપે 2022ની ચૂંટણી માટે આ બેઠક પર વર્તમાન ધારાસભ્ય કુંવરજી બાવળિયાને મેદાનમાં ઉતાર્યા છે. તો કોંગ્રેસે અહીંથી પૂર્વ ધારાસભ્ય ભોલાભાઈ ગોહેલને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. આમ આદમી પાર્ટી તરફથી તેજસભાઈ ગાજીપરા મેદાનમાં છે. આ બેઠક પર પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે મતદાન થઈ રહ્યું છે. પરિણામ 8 ડિસેમ્બરે આવશે.

રાજકોટ જિલ્લામાં બીજેપીએ જીતી હતી 6 સીટ

રાજકોટ જિલ્લામાં બીજેપીએ જીતી હતી 6 સીટ

જસદણ વિધાનસભા બેઠક રાજકોટ જિલ્લાની આઠ વિધાનસભા બેઠકો પૈકીની એક છે. 2017માં ભાજપે જિલ્લાની આઠમાંથી છ બેઠકો જીતી હતી. કોંગ્રેસ બે બેઠકો જીતવામાં સફળ રહી હતી.

English summary
Gujarat Assembly Election 2022: Know the history of Jasdan seat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X