ગુજરાત ચૂંટણી 2017: NOTAને કારણે ભાજપને થશે નુકસાન?

Written By:
Subscribe to Oneindia News

ગુજરાતમાં ચૂંટણી હવે સાવ નજીક છે, કોંગ્રેસ અને ભાજપ વચ્ચેની હરીફાઇ ચરમસીમાએ છે. કોંગ્રેસ રાજ્યમાં સત્તારૂઢ પક્ષ ભાજપ પર પ્રહાર કરવાની એક પણ તક નથી ચૂકતું, ખાસ કરીને નોટબંધી અને જીએસટી જેવા મુદ્દાઓ પણ કોંગ્રેસ સતત પ્રહાર કરી રહ્યું છે. જીએસટીને કારણે વેપારી વર્ગને ખાસી તકલીફ વેઠવી પડી છે અને આથી આ લોકો ભાજપને મત ન આપતાં નોટાનો વિકલ્પ પસંદ કરે એવી શક્યતા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે પહેલીવાર નોટાનો વિકલ્પ ઉમેરવામાં આવ્યો છે. વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં 4.20 લાખ કરતા વધુ મતદારોએ નોટાનો ઉપયોગ કર્યો હતો.

GujaratElection

વિશ્લેષણ કર્તાઓ અનુસાર, કેટલાક સમાજના લોકો અને જીએસટીને કારણે ભાજપથી નારાજ એવા નાના અને મધ્યમ કક્ષાના વેપારીઓ નોટાનો ઉપયોગ કરી શકે છે. જો કે, નોટાને કારણે બાજપને નુકસાન થવાની વાત પક્ષ દ્વારા નકારવામાં આવી છે. વર્તમાન પંચાયત ચૂંટણીનાપરિણામોને કારણે ભાજપને ખાતરી છે કે, વિધાનસભા ચૂંટણીમાં પણ તેમને જીત મળશે. વિશ્લેષણ કર્તા અનુસાર, હાલ કોંગ્રેસ પોતાના ખરાબ તબક્કામાંથીપસાર થઇ રહી છે અને રાજ્યમાં સત્તાવિરોધી લાગણીનો જુવાળ ફાટ્યો છે. કેટલીક જ્ઞાતિઓ ખૂબ જોશપૂર્વક ભાજપનો વિરોધ કરી રહી છે. જીએસટીને કારણે કેટલોક વેપારી વર્ગ પણ બાજપથીનારાજછે. આથી આવા ભાજપના મતદારો નોટાનો ઉપયોગ કરે એવી શક્યતા વધીજાય છે.

English summary
Those unhappy with GST could use the None of the Above option in the Gujarat assembly elections 2017. NOTA is being made available for the first time...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.