For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Social Media Reaction : ગુજરાત વિધાનસભાના પરિણામો પર લોકોએ શું કહ્યું

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો જ્યાં જાહેર થઇ ચૂક્યા છે. ત્યારે સોશ્યલ મીડિયામાં પણ લોકો આ અંગે નીત નવી પ્રતિક્રિયા આપી રહ્યા છે. તે અંગે વિગતવાર જાણો અહીં. વાંચો કેટલાક રસપ્રદ ટ્વિટ

|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભાના પરિણામો જાહેર થઇ ગયા છે. ભાજપ હાલ આ પરિણામોમાં લીડ કરી રહ્યું છે. પણ કોંગ્રેસ પણ ભાજપને બરાબરની ટક્કર આપી છે તેમાં શંકાને કોઇ સ્થાન નથી. વળી અલ્પેશ ઠાકોર અને જીજ્ઞેશ મેવાણી જેવા યુવા નેતાઓએ પણ આ ચૂંટણીમાં જીત મેળવી છે. ત્યારે આ ચૂંટણી અંગે સોશ્યલ મીડિયામાં પણ જોરદારનો જુવાળ જોવા મળી રહ્યો છે. જ્યાં જુઓ ત્યાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીની ચર્ચાઓ ચાલી રહી છે. અને લોકો અલગ અલગ રીતે સોશ્યલ મીડિયામાં આ અંગે પ્રતિક્રિયા આપી રહ્યા છે. ત્યારે તમે પણ જાણો કેટલાક રમૂજ અને રસપ્રદ ટ્વિટ અહીં કે લોકો આ ચૂંટણીના પરિણામો અંગે શું શું બોલી રહ્યા છે.

GST અને અમિત શાહ

GST અને અમિત શાહ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે કોંગ્રેસ દ્વારા જે જીએસટી મુદ્દાને સૌથી વધુ ચર્ચવામાં આવ્યો હતો. તે પર ભાજપના જીતના પરિણામો આવ્યા પછી એક જોરદાર જોક્સ સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં ભાજપને 150 સીટો મળત પણ વેપારી પ્રજા તેવા ગુજરાતીઓએ જીએસટી કાપીને સીટો ભાજપને આપી છે તેમ જણાવવામાં આવ્યું છે.

આપ છે ચર્ચામાં

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થતા જ્યાં કોંગ્રેસ અને ભાજપને કેટલી બેઠકો મળી તે ચર્ચા મોખરે છે. ત્યાં જ સોશ્યલ મીડિયામાં આમ આદમી પાર્ટીને લઇને કેટલીક રમૂજી ટ્વિટ વાયરલ થઇ રહી છે. જેમ જીએસટીમાં લોકોએ મગજ દોડાળ્યું છે તેવી જ ગણતરી આપના કેસમાં પણ જોવા મળી છે. ત્યારે વાંચો આ ટ્વિટ.

ભાજપની પણ ઉડી મજાક

જો કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને બહુમતી મળી છે. પણ તેમ છતાં તેને આ જીત ધણા આકારા ચઢાણ ચડીને મળી છે તેમાં કોઇ બે મત નથી. અને આ માટે કરીને જ ભાજપ પણ સોશ્યલ મીડિયામાં સારી એવી મજાક ઉડાવવામાં આવી રહી છે. ક્યાંક તેને જનતાનો પાવર કહેવાય છે તો ક્યાંક આ વાતને આ ટ્વિટ તરીકે રજૂ કરી છે.

હાર્દિક પટેેલ પર પણ ટ્વિટ

જો કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હાર્દિક પટેલે ભાજપને હલાવી મૂકી છે તે વાતમાં તો કોઇ બેમત નથી. પણ તેમ છતાં મહેસાણામાં નીતિનભાઇની જીત, સુરત અને રાજકોટમાં જીત પછી હાર્દિક ફેક્ટર પર પણ સવાલો ઊભા થયા છે. અને તેના પણ કેટલાક ટ્વિટ વાયરલ થયા છે. તેમાંથી એક અહીં મૂક્યું છે. વાંચો.

English summary
Gujarat Assembly elections 2017 Result : Read here Social Media reactions on it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X