પાસવાનની લોજપા ગુજરાતમાં 182 બેઠકો પર ચૂંટણી લડશે

અમદાવાદમાં શનિવારે આવેલા લોજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ રામવિલાસ પાસવાને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે "અમે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012માં તમામ બેઠકો પર ચૂંટણી લડવા ઇચ્છીએ છીએ. આ માટે અમે કોઇ જોડાણ કરીશું નહીં."
તેમણે એમ પણ જણાવ્યું કે તમામ બેઠકો પરથી લડવા માટે પાર્ટી પાસે પૂરતું ફંડ નહીં હોવા છતાં અમે ચૂંટણી લડીશું. અમે દલિતો સામે કરવામાં આવતા અત્યાચાર, સાંપ્રદાયિકતા, બેરોજગારી, ખેડૂતોની આત્મહત્યા સહિતના મુદ્દા આગળ કરી ચૂંટણી લડીશું.
પાસવાને ગુજરાતમાં દલિતોની સ્થિતિ વિશે જણાવ્યું કે ગુજરાતમાં 77 ગામ એવા હતાં કે જ્યાં દલિતોને ગામમાં પ્રવેશ વર્જીત હતો. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ભલે તેમના કાર્યક્રમોમાં મુસ્લિમોને સ્ટેજ પર બોલાવે પણ વાસ્તવિકતા એ જ છે કે આજે પણ મુસ્લિમો તેમનાથી ડર અનુભવે છે.












Click it and Unblock the Notifications
