ગુજરાત ATS એ અલ-કાયદા સાથે જોડાયેલા 4 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી
ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ અલ-કાયદાની વિચારધારા સાથે જોડાયેલા 4 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે. આ ધરપકડ સુરક્ષા એજન્સીઓ માટે એક મોટી સફળતા માનવામાં આવે છે.
ધરપકડ કરાયેલા આરોપીઓમાંથી બે આરોપીઓની ગુજરાતમાંથી, એકની દિલ્હીથી અને એકની નોઈડામાંથી ધરપકડ કરવામાં આવી છે.

આ શંકાસ્પદ આતંકવાદીઓ લાંબા સમયથી સક્રિય હતા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તેમજ કેટલીક શંકાસ્પદ એપ્લિકેશન્સ દ્વારા અલ-કાયદાની કટ્ટરવાદી વિચારધારાનો પ્રચાર કરી રહ્યા હતા. ATS દ્વારા જપ્ત કરાયેલા કેટલાક સોશિયલ મીડિયા હેન્ડલ્સ અને ચેટ્સ પરથી આ જાણકારી મળી છે.
આ શખ્સો સોશિયલ મીડિયા અને અન્ય અલગ-અલગ પ્લેટફોર્મ દ્વારા અલ-કાયદાના સંપર્કમાં આવ્યા હતા અને કેટલાક ગુપ્ત ગ્રુપ્સમાં સક્રિય હતા.
ATS ની સર્વેલન્સ ટીમે આ શખ્સોની ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી હતી. તેમની પાસેથી આતંકવાદી વિચારધારાની આપ-લેના પુરાવા પણ મળ્યા છે, જે તેમની કટ્ટર માનસિકતા દર્શાવે છે. હાલ ATS વધુ તપાસ કરી રહી છે કે આ શખ્સોના અન્ય કોઈ સંપર્કો છે કે નહીં.












Click it and Unblock the Notifications
