For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીપીપી યોજનાઓ માટે ગુજરાત શ્રેષ્ઠ : રિપોર્ટ

|
Google Oneindia Gujarati News

Gujarat map
લંડન, 19 સપ્ટેમ્બર : સિટી ઑફ લંડન દ્વારા દર બે વર્ષે કરવામાં આવતી ભારતીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની સમીક્ષાના રિપોર્ટમાં ગુજરાતને શ્રેષ્ઠ રાજ્ય ગણાવવામાં આવ્યું છે. રિપોર્ટમાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ (પીપીપી)ના ક્ષેત્રમાં ભારતમાં સૌથી વિશ્વાસપાત્ર રાજકોષીય વહીવટ ધરાવતા રાજ્ય સરકાર તરીકે ગુજરાતનું નામ સૌથી ઉપર આવ્યું છે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં પીપીપી માટે કાયદાકીય માળખું ખૂબ મજબૂત છે. આ ઉપરાંત ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ એક્ટ (1999)માં વિવિધ પ્રકારની પરિયોજનાઓ માટે વિસ્તૃત રૂપરેખા ઘડવામાં આવી છે. સેમિનાર દરમિયાન ડેવલપમેન્ટ ક્રેડિટ બેંકના અધ્યક્ષ નસીર મોનજીએ ગુજરાતના વિકાસને અદભુત ગણાવ્યો હતો.

સિટી ઑફ લંડન, લંડનનો એક નાનકડો ભાગ છે. આ વિભાગને બ્રિટનની આર્થિક સેવા અને ઉદ્દોગ માટે ઓળખવામાં આવે છે. સિટી ઑફ લંડને મુંબઇમાં પોતાનું એક કાર્યાલય શરૂ કર્યું છે. તેનો ઉદ્દેશ્ય ભારત અને બ્રિટનની વચ્ચે વેપાર અને રોકાણ સંબંધોને વધારે મજૂબત બનાવાનો છે.

English summary
In a 2 year review report by City of London stated that Gujarat is batter place to implement PPP projects.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X