Video : રાહુલના આ વીડિયોને કારણે ટ્રોલ થઇ રહ્યું છે "પપ્પુ મારે ગપ્પુ"
સોશ્યલ મીડિયામાં ટ્રોલ થઇ રહ્યું છે પપ્પુ મારે ગપ્પુ. જાણો શું છે આ કારણ આ હેશટેગના ટ્રોલ થવા પાછળ. રાહુલ ગાંધીની કંઇ વાત બની છે વિવાદનું કારણ.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી હાલ ગુજરાતમાં બે દિવસના પ્રવાસમાં છે ત્યારે શુક્રવારે તેમની બે અલગ અલગ સભામાં ગુજરાતમાં બેરોજગાર લોકોના બે અલગ અલગ આંકડા જાહેર સભામાં બોલ્યા પછી ભાજપ દ્વારા તેનો એક વીડિયો બનાવીને સોશ્યલ મીડિયામાં તેમને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. સોશ્યલ મીડિયામાં #પપ્પુ_મારે_ગપ્પુ નામે એક હેશટેગ સવારથી ટ્રોલ થઇ રહ્યો છે. જેમાં રાહુલ ગાંધીની મજાક ઉડાવવામાં આવી રહી છે. અને સાથે જ ભાજપ દ્વારા તેમની પર આક્ષેપ કરવામાં આવ્યો છે કે રાહુલ ગાંધીને સાચા આંકડા ખબર નથી અને તે ખોટી ખોટી માહિતી ગુજરાતની જનતા સમક્ષ મૂકી તેમને ભ્રમિત કરી રહ્યા છે.
પપ્પુ મારે ગપ્પુ, પછી ભલેને એને ના પડે કઈ ટપ્પુ. #પપ્પુ_મારે_ગપ્પુpic.twitter.com/vvP2i8w75k
— Pankaj Shukla (@iPankajShukla) November 25, 2017
સાથે જ રાહુલ ગાંધીના કેટલાક ફોટો પણ આ હેશટેગ દ્વારા ભાજપ વડે વાયરલ કરવામાં આવી રહ્યા છે. અને લોકો પણ આ અંગે અલગ અલગ ટિપ્પણી કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ ચૂંટણી પંચે રાહુલ ગાંધીને પપ્પૂ કહી તેમની મજાક ઉડાવવા મામલે ભાજપને ટકોર કરી હતી. અને ચૂંટણી દરમિયાન તેમના માટે આવી ટિપ્પણી કરવાની ના પાડી હતી. જો કે તે પછી સોશ્યલ મીડિયામાં શનિવાર સવારથી પપ્પૂ નામે જ આ હેશટેગ ટ્રોલ થઇ રહ્યો છે.
Rahul Gandhi caught faking unemployment numbers in Gujarat.. He reduced the number of unemployed in the state by a whooping 20 lakhs in a matter of hours. He has been blatantly lying on several other issues but usually the quick media has done no fact check! Why? pic.twitter.com/nwovgBEHEv
— Amit Malviya (@malviyamit) November 25, 2017
ત્યારે ભાજપનો દાવો છે કે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતમાં શુક્રવારની તેમની મુલાકાત દરમિયાન બે અલગ અલગ સભાઓમાં ગુજરાતના બેરોજગારીના આંકડામાં પહેલા 50 લાખ અને પછી 30 લાખ ગણાવીને લોકોને ખોટી જાણકારી આપી છે. ત્યારે શું છે આ વીડિયો જેના કારણે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સોશ્યલ મીડિયા પર ટ્રોલ થઇ રહ્યા છે તે અંગે તમે પણ જાણો જુઓ આ વીડિયો અહીં....












Click it and Unblock the Notifications
