Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Gujarat Budget 2021: ગુજરાતમાં કોલેજના વિદ્યાર્થીઓને અપાશે ફ્રીમાં ટેબલેટ

શિક્ષણ વિભાગ માટે કુલ 32,719 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વાંચો વિગત..

ગાંઘીનગરઃ ગુજરાતના ઉપ મુખ્યમંત્રી અને નાણામંત્રીએ આજે વિધાનસભામાં વર્ષ 2021-21 માટે અંદાજપત્ર રજૂ કર્યુ. આ વખતે ગુજરાતના ઈતિહાસનુ સૌથી મોટુ બજેટ 2 લાખ 27 હજાર 029 કરોડ રૂપિયાનુ રજૂ કરવામાં આવ્યુ. બજેટમાં શિક્ષણ ક્ષેત્રે પણ ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ માટે કુલ 32,719 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

student

બાળકોના સર્વાંગી વિકાસ સાથે ઉત્તમ શિક્ષણ આપવા માટે 3400 શાળાઓમાં જરૂરી તમામ સુવિધાઓ વિકસાવવા પાંચ વર્ષ માટે 1207 કરોડનુ આયોજન કરવામાં આવ્યુ છે. 11 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓને એસ ટી બસ ફ્રી પાસ કન્સેશન માટે 205 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવતા અંદાજિત 3 લાખ વિદ્યાર્થીઓને ફ્રીમાં ટેબલેટ આપવા માટે 200 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ઉપરાંત રાજ્યની 2000 પ્રાથમિક શાળાઓ ખાતે વીજળીકરણ અને પીવાના પાણીની સુવિધા માટે 72 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

આ ઉપરાંત રાઈટ-ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ રાજ્યમાં ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે 567 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી. ઓગણીસ લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓે વિના મૂલ્યે પાઠ્યપુસ્તકો પૂરા પાડવા માટે 65 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી. જે બાળકોના ઘર શાળાથી 1 કિમીથી વધુ દૂર હોય તેવા દોઢ લાખથી વધુ બાળકોને વાહન વ્યવહારની સુવિધા આપવા માટે 60 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ઐતિહાસિક મહત્વ અને વિશેષ પ્રકારના વારસાગત સ્થાપત્ય ધરાવતી જૂની શાળાનુ હેરિટેજ સ્કૂલ તરીકે નવીનીકરણ કરવા માટે 20 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X