For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Budget 2022 Live: ભૂપેન્દ્ર પટેલ સરકારના બજેટમાં ખેડૂતો, મહિલાઓ અને યુવાઓ પર ફોકસ

Gujarat Budget 2022 Live: ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજથી પ્રારંભ

|
Google Oneindia Gujarati News

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારનું પહેલું વિધાનસભા બજેટ સત્ર આજથી શરૂ થવા જઈ રહ્યું છે. 3 માર્ચે બપોરે 1.30 વાગ્યે ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ વર્તમાન રાજ્ય સરકારનું પહેલું અને અંતિમ બજેટ વિધાનસભા ગૃહમાં રજૂ કરશે. આજે બપોરે 12 વાગ્યે ગુજરાતના રાજ્યપાલ ડૉ આચાર્ય દેવવ્રત પોતાના સંબોધન સાથે બજેટ સત્રનો પ્રારંભ કરાવશે. સત્રના પહેલા દિવસે ભાજપના ઉંઝાના ધારાસભ્ય ડૉ આશાબેન પટેલ અને ભારત રત્ન- સ્વર કોકિલા લતા મંગેશકરના નિધન પ્રત્યે સત્ર દરમિયાન શોક વ્યક્ત કરવામાં આવશે. ગુજરાત બજેટની લાઈવ અપડેટ મેળવવા માટે વનઇન્ડિયા ગુજરાતી સાથે બન્યા રહો...

Gujarat Budget 2022

Newest First Oldest First
3:11 PM, 3 Mar

NCC, NSS, સ્કાઉટ અને ગાઈડ માટેની વિવિધ યોજના માટે 9 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
3:11 PM, 3 Mar

ડિજિટલ એજ્યુકેશન ડેવલોપમેન્ટ ફંડ તરીકે 30 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
3:10 PM, 3 Mar

ટેક્નિકલ શૈક્ષણિક સંસ્થાઓમાં માળખાકિય સુવિધા માટે 117 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
3:10 PM, 3 Mar

નમો ટેબ્લેટ યોજના અંતર્ગત 3 લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ માટે 200 કરોડની જોગવાઈ
3:10 PM, 3 Mar

સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઈનોવેશન પોલિસી 2.0 અંતર્ગત 60 કરોડની જોગવાઈ
3:08 PM, 3 Mar

12 હજારના માસિક પગારમાં વ્યવસાયિક વેરા પર મુક્તિ. મુક્તિ અપાતા સરકારને 108 કરોડની ઓછી આવક થશે.
3:07 PM, 3 Mar

25 જેટલી બિરસા મુંડા શાળાઓ શરૂ કરવામાં આવશે જેના માટે 45 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
3:06 PM, 3 Mar

નાના પગારદારોને વ્યવસાય વેરામાંથી મૂક્તિ આપવામાં આવી છે.
3:05 PM, 3 Mar

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ રૂ ૪૭૮૨ કરોડની જોગવાઇ રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્‍શન યોજના અને સંત સૂરદાસ દિવ્યાંગ પેન્‍શન યોજનામાં લાભાર્થીઓને 600ના બદલે 1000 રૂ માસિક પેન્શન મળશે. આ યોજના માટે રૂ 35 કરોડની જોગવાઈ
3:04 PM, 3 Mar

રાજ્ય સરકાર નવા કોઈ કરવેરા નહીં લાદે. જેનાથી લાખો કરવેરો ભરતા લોકોને ફાયદો થશે.
3:03 PM, 3 Mar

દિવ્યાંગ બાળકો માટે થેરાપીની સગવડ વિકસાવવા તેમજ વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોને સાધન સહાય આપવા માટે રૂ ૨૧ કરોડની જોગવાઈ સંસ્કૃતના અભ્યાસ માટે સામાજિક ભાગીદારીથી નવા સંસ્કૃત ગુરુકુળો શરૂ કરવા સંસ્કૃત શકિત ગુરુકુળ યોજના માટે રૂ ૩ કરોડની જોગવાઈ
3:03 PM, 3 Mar

શિક્ષણ વિભાગ માટે કુલ રૂ.૩૪,૮૮૪ કરોડની જોગવાઇ ગુજરાત રાજ્યના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુકત શિક્ષણ નિવાસી ધોરણે આપી શકાય તે માટે ૫૦ જ્ઞાન શક્તિ રેસિડેન્‍શીયલ સ્કૂલ્સ સામાજિક ભાગીદારીના ધોરણે શરૂ કરી ૧ લાખ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનીયોજના માટે રૂ 90 કરોડની જોગવાઈ
3:00 PM, 3 Mar

બાગાયત ખાતાની યોજનાઓ માટે રૂ. ૩૬૯ કરોડ. કમલમ ફ્રૂટના વાવેતર વિસ્તારમાં વધારા માટે રૂ. ૧૦ કરોડની જોગવાઈ. મધ ક્રાંતિને વેગ આપવા રાજ્યના ૧૦ હજાર ખેડૂતોને મધ ઉત્પાદનમાં જોડવા રૂ. ૧૦ કરોડની જોગવાઇ
2:55 PM, 3 Mar

દક્ષિણ ગુજરાતમાં પાર, નાર, તાન, અંબિકા, દમણગંગા વગેરે નદીઓ ઉપર મોટા ચેકડેમો/બેરેજો વિયર રૂ. ૫૦૦ કરોડના ખર્ચે આગામી પાંચ વર્ષમાં તબક્કાવાર બનાવવાનું આયોજન છે. આ કામગીરી માટે રૂ.94કરોડની જોગવાઈ કરાઈ છે. હાથ ધરાયેલ ઉદવહન સિંચાઈ યોજનાઓ સોનગઢ-ઉચ્છલ-નિજર, કાકરાપાર ગોરધા-વડ, કરજણ જળાશય આધારિત પાઈપલાઈનો પૂર્ણ કરી સિંચાઈ વિતરણ વ્યવસ્થા માટે રૂ. ૧૯૫ કરોડની જોગવાઈ કરાઈ છે.
2:54 PM, 3 Mar

ગુજરાતી ફિલ્મોના પ્રોત્સાહન માટે 20 કરોડ રૂપિયાની જોગવાઈ
2:54 PM, 3 Mar

માહિતી અને પ્રસારણ વિભાગ માટે કુલ 199 કરોડની જોગવાઈઓ
2:53 PM, 3 Mar

ખેલ મહાકૂંભ અંતર્ગત આગામી વર્ષ માટે 73 કરોડની જોગવાઈ
2:46 PM, 3 Mar

અમદાવાદ જિલ્લાના નળકાંઠા વિસ્તારના સાણંદ,બાવળા અને વિરમગામ તાલુકાના સિંચાઈ સુવિધાથી વંચિત રહેલ ગામોને સિંચાઈનો લાભ આપવા માટે રૂ. ૨૫ કરોડની જોગવાઈ કરાઈ છે. ખોરસમ – માતપુર – ડીંડરોલ પાઈપલાઈનને લંબાવી મુકતેશ્વર જળાશયમાં નર્મદાના પૂરના વધારાના પાણી પહોંચાડવાની કામગીરી માટે રૂ. 19 કરોડની જોગવાઈ કરાઈ છે.
2:43 PM, 3 Mar

કપડવંજ, કઠલાલ, મહેમદાવાદ, મહુધા, ગળતેશ્વર, બાલાસિનોર, લુણાવાડા, બાયડ વગેરે તાલુકાઓમાં આગામી પાંચ વર્ષમાં રૂ.200 કરોડની કિંમતની રીચાર્જવેલ, પાણીના સ્ત્રોતો સાથે નેટવર્કીંગ, તળાવોની કેપેસીટી વધારવી વગેરે કામગીરીઓ તબક્કાવાર કરવાનું આયોજન છે. આ માટે રૂ. 14 કરોડની જોગવાઈ કરાઈ છે.
2:43 PM, 3 Mar

સાબરમતી નદી પર રૂ. 200 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવી રહેલ હીરપુરા અને વલાસણા બેરેજ માટે જોગવાઇ રૂ. 35 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત ધરોઇ બંધ પરિક્ષેત્રને વિશ્વ કક્ષાના પ્રવાસન સ્થળ અને યાત્રાધામ તરીકે વિકસાવવા રૂ. 200 કરોડના આયોજન હેઠળ બેરેજ બનાવવા માટે રૂ. 30 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
2:35 PM, 3 Mar

કચ્છ વિસ્તારમાં નર્મદાના પૂરના વધારાના 1 મિલિયન એકર ફીટ પાણીથી સિંચાઇ સુવિધાઓના આયોજન માટે રૂ. 4369 કરોડની યોજનાને મંજૂરી આપવામાં આવેલ છે. આ યોજનાના પ્રથમ તબક્કામાં કચ્છ જિલ્લાના 6 તાલુકાના અંદાજે 1 લાખ 14 હજાર હેકટર વિસ્તારને સિંચાઇનો લાભ મળશે. આ યોજના માટે જોગવાઈ રૂ. ૨૭૨ કરોડ. કચ્છમાં આગામી પાંચ વર્ષમાં રૂ. 350 કરોડના ખર્ચે મોટા ચેકડેમો અને પાણી સંગ્રહ માટેના હાઈડ્રોલીક સ્ટ્રક્ચરો તબક્કાવાર બનાવવાનું આયોજન છે. આ કામગીરી માટે જોગવાઈ રૂ. 65 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
2:33 PM, 3 Mar

સહકાર વિભાગની અનેક યોજનામાં કરોડો રુપિયાની ફાળવણી કરવામાં આવી છે. જેમાં સહકારી ખાંડ મીલોને પુન: કાર્યાન્વિત કરાશે. તો ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓમાં હમાલોને માલસામાનની હેરફેર માટે ટ્રોલી ઉપલબ્ધ કરાવાશે.
2:25 PM, 3 Mar

કામધેનુ યુનિવર્સિટીના સંચાલન તેમજ કૃષિ સંશોધનના કાર્યક્રમોને વેગ આપવા માટે રૂ.137 કરોડની જોગવાઇ.
2:24 PM, 3 Mar

કરુણા એનિમલ એમ્બ્યુલન્સ-1962 માટે રૂ.8 કરોડની જોગવાઇ.
2:24 PM, 3 Mar

ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓને દૂધઘર કે ગોડાઉન બાંધકામ માટે રૂ. 12 કરોડની જોગવાઇ.
2:24 PM, 3 Mar

મુખ્યમંત્રી નિ:શુલ્ક પશુ સારવાર યોજના માટે રૂ. 24 કરોડની જોગવાઈ.
2:24 PM, 3 Mar

ફરતા પશુ દવાખાનાની સેવાઓ ચાલુ રાખવા તેમજ સઘન બનાવવા માટે જોગવાઈ રૂ.58 કરોડ. ગાભણ તેમજ વિયાણ બાદના પશુઓ માટે ખાણદાણ સહાય યોજના થકી પશુપાલકોને લાભ આપવા માટે રૂ.44 કરોડની જોગવાઇ.
2:23 PM, 3 Mar

ગ્રામ્ય વિસ્તારમાં રખડતા તેમજ નિરાધાર ઢોરના નિભાવ તેમજ વ્યવસ્થા માટે જોગવાઇ રૂ. 50 કરોડ.ગ્રામ્ય કક્ષાએ સ્વરોજગારી માટે ડેરી ફાર્મ તેમજ પશુ એકમ સ્થાપવા સહાય પૂરી પાડવા રૂ.80 કરોડની જોગવાઈ.
2:23 PM, 3 Mar

ગૌશાળા, પાંજરાપોળો અને ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓને ગૌવંશ નિભાવ તેમજ માળખાકીય સગવડોના વિકાસ માટે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત રૂ.500 કરોડની જોગવાઇ.
2:23 PM, 3 Mar

પશુપાલકોને ટૂંકી મુદતના ધિરાણ પર વ્યાજ રાહત માટે જોગવાઇ રૂ. 300 કરોડ
READ MORE

English summary
gujarat budget 2022 live updates in gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X