Gujarat Budget 2023 Live: નાણામંત્રી કનુ દેસાઈએ રજૂ કર્યુ કુલ 3.01 લાખ કરોડનુ બજેટ
આજે ગુજરાત સરકારનુ 2023-24 માટેનુ બજેટ રજૂ થશે. ડિસેમ્બર 2022ની વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત પછી ભાજપ સરકારનુ આ પ્રથમ બજેટ છે.
Gujarat Budget 2023 Live: 15મી ગુજરાત વિધાનસભાનુ બજેટ સત્ર કાલે(ગુરુવાર)થી શરુ થયુ. જે 29મી માર્ચ સુધી ચાલશે. આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈ નાણાકીય વર્ષ 2023-24 માટે રાજ્ય સરકારનુ બજેટ રજૂ કરશે. ડિસેમ્બર 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પ્રચંડ જીત મેળવીને સત્તામાં આવ્યા પછી રાજ્યનુ આ પ્રથમ બજેટ હશે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય બજેટ રજૂ થયા પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યુ હતુ કે રાજ્યનુ બજેટ પણ કેન્દ્રીય બજેટમાંથી પ્રેરણા લઈને બનશે. અહીં જોતા રહો ગુજરાતના બજેટની પળેપળની લાઈવ અપડેટ.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ 15,182 કરોડની જોગવાઈ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ 15,182 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જાહેર આરોગ્ય અને પરિવાર કલ્યાણની સેવાઓ માટે 9263 કરોડની જોગવાઇ, આરોગ્ય સેવાઓ અને બિન સંચારી રોગોના અટકાયત અને નિયંત્રણ માટે નેશનલ હેલ્થ મિશન હેઠળ 1745 કરોડની જોગવાઈ.
અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે 2165 કરોડની જોગવાઈ
71 લાખ રેશનકાર્ડ ધારક કુટુંબોને અન્ન વિતરણ માટે 617 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ઉજ્વલા યોજના હેઠળ દર વર્ષે 2 ગેસ સિલિન્ડર વિના મૂલ્ય રીફીલિંગ કરવા 500 કરોડની જોગવાઈ, NFSA કુટુંબોને તુવેર દાળ રાહત દરે આપવા 277 કરોડ, જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ખાતરનુ વિતરણ કરવા 128 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
વિજ્ઞાન અને પ્રદ્યોગિકી વિભાગ માટે 2193 કરોડ
વિજ્ઞાન અને પ્રદ્યોગિકી વિભાગ માટે 2193 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સેમી કંડક્ટર પૉલિસી હેઠળ 524 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ઈલેક્ટ્રોનિક પોલિસી હેઠળ 125 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આઈટી પૉલિસી હેઠળ રોજગારીનુ સર્જન કરવા માટે 70 કરોડ ફાળવવામાં આવ્યા છે.
આદિજાતિ વિકાસ વિભાગ માટે 3410 કરોડની જોગવાઈ
આદિજાતિ વિકાસ વિભાગ માટે 3410 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આદિજાતિના એકથી આઠમાં અભ્યાસ કરતા 13 લાખ વિદ્યાર્થીઓને ગણવેશ માટે 117 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. દૂધ સંજીવની યોજના હેઠળ આદિજાતિ તાલુકાના આઠ લાખ બાળકો માટે 144 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
આંબેડકર આવાસ યોજના માટે 222 કરોડની જોગવાઈ
આંબેડકર આવાસ યોજના અને પંડિત દિન દયાળ યોજના માટે 222 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. છોટાઉદેપુર, મોરબી અને ગિર સોમનાથમાં આંબેડકર ભવન બાંધવા પાંચ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં ચિલ્ડ્રન હોમ બનાવવા 8 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
અનુસૂચિત જાતિ માટે 376 કરોડની જોગવાઈ
અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના દસમાં ધોરણ સુધીના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ પેટે 376 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. એસસી,એસટી, લઘુમતી અને ઇડબલ્યુએસના વિદ્યાર્થીઓ માટે 334 કરોડની જોગવાઈ છે. તો અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે લોન માટે 84 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિની 2 લાખ વિદ્યાર્થીઓને વિના મૂલ્ય સાઇકલ આપવા 75 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
ગુજરાત બજેટના 5 સ્થંભ
1. ગરીબ અને જરૂરિયાતમંદ વર્ગ ની પાયાની સુવિધા માટે અંદાજે 2 લાખ કરોડની ફાળવણી 2. માનવ સંસાધન વિકાસ માટે 4 લાખ કરોડની ફાળવણી 3. વિશ્વ કક્ષાની આંતરાષ્ટ્રીય સવલતો માટે અંદાજે 5 લાખ કરોડ ની ફાળવણી 4. કૃષિ ઉદ્યોગ સેવાક્ષેત્રની આર્થીક પ્રવૃત્તિઓના વિકાસ માટે અંદાજે 2 લાખ કરોડ 5. ગ્રીનગ્રોથ માટે 2 લાખ કરોડની ફાળવણી
ખેડૂત કલ્યાણ માટે 21 હજાર 605 કરોડ રૂપિયાની જોગવાઇ
કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 21 હજાર 605 કરોડ રૂપિયાની જોગવાઇ, વિજ્ઞાન અને પ્રોદ્યોગિક વિભાગ માટે 2 હજાર 193 કરોડ રૂપિયાની જોગવાઇ, બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે 3 હજાર 642 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે.
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે 5580 કરોડની જોગવાઈ
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે 5580 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વૃદ્ધ પેન્શન યોજના અને નિરાધાર વૃદ્ધો માટે આર્થિક સહાય યોજના હેઠળ 11 લાખ લાભાર્થીઓને માસિક પેન્શન આપવા 1340 કરોડની જોગવાઈ કરાઇ છે. તો દિવ્યાંગોને પેન્શન આપવા માટે 58 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
નાણામંત્રીનુ લાઈવ બજેટ ભાષણ
નાણામંત્રી કનુભાઈ દેસાઈ રજૂ કરી રહ્યા છે બજેટ ભાષણે
ગુજરાત વિધાનસભા ખાતે રાજ્ય સરકારના નાણાકીય વર્ષ 2023-24 માટેના અંદાજપત્રની રજૂઆત #અમૃતકાળમાં_અગ્રેસર_ગુજરાત https://t.co/JZnEf89ORE
— Bhupendra Patel (@Bhupendrapbjp) February 24, 2023
READ MORE
More From
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના








Click it and Unblock the Notifications
