Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Gujarat budget 2024: પ્રવાસન વિભાગના વિકાસ માટે 2098 કરોડની જોગવાઇ

Gujarat budget 2024: આજે ગુજરાતના નાણા મંત્રી કનુભાઇ દેસાઇએ ગુજરાત વિધાનસભામાં રાજ્યનું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં પ્રવાસન પ્રભાગના વિકાસ માટે 2098 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત બ્લૂ ફ્લેગ બીચ શિવરાજપુર ખાતે હાલ 200 કરોડના કામ પ્રગતિ હેઠળ સોમનાથ બીચ, પિંગલેશ્વર બીચ, અસારમાં બીચ (માંડવી, કચ્છ), મૂળ દ્વારકા બીચ વગેરેના વિકાસ માટે 200 કરોડના આયોજન પૈકી 30 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

નડાબેટ સીમાદર્શન પ્રોજેકટની સફળતાથી પ્રેરાઇને રાજ્યના સમુદ્ર સીમાદર્શનના વિકાસ માટે ચૌહાણનાલા, કોરીક્રિક વિસ્તાર વગેરે માટે 145 કરોડના આયોજન પૈકી 40 કરોડની જોગવાઇ.

Gujarat budget 2024

અંબાજી, વાંસદા, કોટેશ્વર વગેરે જેવા વિવિધ સ્થળોએ જંગલસફારી તેમજ ઈકો ટુરિઝમની કામગીરીના વિકાસ માટે 170 કરોડના આયોજન પૈકી 45 કરોડની જોગવાઇ.

અયોધ્યાધામ ખાતે ગુજરાત યાત્રી નિવાસ માટે 50 કરોડના આયોજન પૈકી 10 કરોડની જોગવાઇ.

જિલ્લાના મહત્વના પ્રવાસી સ્થળોએ સુવિધાઓ પૂરી પાડવા માટે 100 કરોડના આયોજન પૈકી 30 કરોડની જોગવાઇ.

જુદા જુદા સ્થળો ખાતે રોકગાર્ડન, સ્ક્લ્પચર, સ્કાય વોકના વિકાસ માટે 200 કરોડના આયોજન પૈકી 80 કરોડની જોગવાઇ.

ભારત સરકારની પહેલ ટ્રાવેલ ફોર લાઇફના ઉદ્દેશને પ્રોત્સાહન આપવા, MICE (Meeting, Incentive, Conference, Exhibition) પ્રવાસન તેમજ સસ્ટેનેબલ ટૂરિઝમ વિશે જાગૃતિ લાવવા 15 કરોડની જોગવાઇ.

જૂનાગઢ ખાતે આવેલ ઉપરકોટના કિલ્લાના રિનોવેશન બાદ પ્રવાસીઓના વિક્રમી વધારાને ધ્યાને લઈ રાજ્યનાં જુદા જુદા મેમોરિયલ તથા લખપત કિલ્લા સહિત અન્ય જુદા જુદા કિલ્લાના વિકાસ માટે 200 કરોડના આયોજન પૈકી 35 કરોડની જોગવાઇ.

ધરોઇ બંધ પરિક્ષેત્રને વિશ્વ કક્ષાના પ્રવાસી અને યાત્રાધામ તરીકે વિકસાવવાની કામગીરી માટે 480 કરોડનું આયોજન. તે પૈકી 100 કરોડની જોગવાઇ.

પાવાગઢ યાત્રાધામના સર્વાંગી વિકાસ અર્થે કુલ 121 કરોડના ખર્ચે પ્રથમ બે તબકકાની કામગીરી પૂર્ણ થયેલા છે. ત્રીજા અને ચોથા તબકકામાં કુલ 238 કરોડના ખર્ચે માંચી ચોક, ચાંપાનેર અને વડા તળાવ ખાતે યાત્રાળુલક્ષી સુવિધાઓની કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે.

અંબાજી યાત્રાધામ ખાતે માસ્ટરપ્લાનિંગ અંતર્ગત વિવિધ કામોનું કુલ 117 કરોડના ખર્ચે આયોજન કરવામાં આવ્યું છે.

શ્રી બહુચરાજી શક્તિપીઠના વિકાસ માટે 71 કરોડના ખર્ચે મંદિરનું પુન:નિર્માણ તેમજ યાત્રાધામનો સર્વગ્રાહી વિકાસ કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં અગત્યતા ધરાવતાં પ્રસિધ્ધ ધાર્મિક સ્થળો ખાતે યાત્રાળુલક્ષી સુવિધા ઉપલબ્ધ કરાવવા 46 કરોડના ખર્ચે વિકાસ કામોનું આયોજન કરવામાં આવ્યું છે.

વિવિધ ધાર્મિક સંપ્રદાયો સાથે સંકળાયેલા તેમજ સ્થાનિક રીતે ખુબ જ અગત્યતા ધરાવતા યાત્રાધામોના વિકાસ માટે 79 કરોડની જોગવાઈ.

ઉડ્ડયન ક્ષેત્રે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવા તથા એર કનેક્ટિવિટી વધારવા નવા એરપોર્ટ/એરસ્ટ્રીપ બનાવવા માટે 25 કરોડની જોગવાઇ.

નાના શહેરો/આંતરીક વિસ્તારોને મોટા શહેરો અને મહત્વના વિસ્તારો સાથે એર કનેક્ટિવિટીના ધ્યેય સાથે રાજ્ય સરકારની Viability Gap Funding યોજના હેઠળ 45 કરોડની જોગવાઈ.

ભારત સરકારના ઉડે દેશ કા આમ નાગરિકના વિઝન અંતર્ગત ચલાવાતી Regional connectivity Scheme ના માધ્યમથી એર કનેક્ટિવિટી પૂરી પાડવા અન્ય રાજ્યો સાથે જોડવા માટે 40 કરોડની જોગવાઈ.

સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગર

  • સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિકાસ અને આંતરમાળખાકીય સુવિધાઓની વૃદ્ધિ માટે 150 કરોડની જોગવાઈ.
  • એકતાનગર ખાતે હોસ્પિટાલિટી ડિસ્ટ્રીક્ટ વિકાસના પ્રોજેક્ટ માટે 300 કરોડની જોગવાઈ.
  • સરદાર સરોવર ડેમ એક્સપિરિયન્સ સેન્ટર એકતા નગરના પ્રોજેક્ટ માટે 25 કરોડની જોગવાઈ.
  • એકતાનગર ખાતે ગુજરાત વંદના તેમજ દેશી રજવાડાઓનું સંગ્રહાલય બનાવવાની સાથોસાથ વીર બાલક ઉદ્યાન બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X