For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત પેટા ચૂંટણીઃ રૂપાણીનો રાજકોટ પશ્ચિમમાં વિજય

|
Google Oneindia Gujarati News

રાજકોટ, 19 ઓક્ટોબરઃ રાજકોટ ખાતે યોજાયેલી પશ્ચિમ બેઠકની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજય રૂપાણીનો 23740 મતોથી વિજય થયો છે. આ વર્ષોથી ભાજપની બેઠક છે અને તેને સૌથી સુરક્ષિત બેઠક માનવામાં આવે છે. વિજયી થયા બાદ વિજય રૂપાણીએ આ જીતનો શ્રેય રાજકોટની જનતા અને પક્ષના કાર્યકરોને આપ્યો હતો. તેમની સામે ઉભેલા કોંગ્રેસના ઉમેદવાર જંયતિભાઇ કલારિયાને 57352 મત મળ્યા હતા.

વિજય રૂપાણી પશ્ચિમ રાજકોટ બેઠક પર વિજયી થતાં સમગ્ર રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છેકે આ પેટા ચૂંટણીને મુખ્યમંત્રી આનંદીબેન પટેલની પ્રતિષ્ઠાની ચૂંટણી પણ કહેવામાં આવી રહી હતી. વિજય રૂપાણીને નરેન્દ્ર મોદીના ઘણા જ નજીકના માનવામાં આવે છે. રાજકોટ પશ્ચિમ બેઠક અંગે વાત કરીએ તો આ બેઠક પરથી વજુભાઇ વાળા વિજયી થતા આવ્યા છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના રાજકારણમાં આવ્યા ત્યારે તેઓ પણ આ બેઠક પરથી જ ચૂંટણી લડ્યા હતા. વજુભાઇ વાળાને કર્ણાટકના રાજ્યપાલ બનાવવામાં આવતા આ બેઠક ખાલી પડી હતી.

BJP-wins-Rajkot-West-assembly-seat-02
રાજકોટ બેઠક પર એક નજર
કુલ મતગણતરી- 1,41,172
વિજયભાઇ રૂપાણી (ભાજપ)-81092
જેન્‍તીભાઇ કાલરીયા (કોંગ્રેસ)-57352
ભાવેશ લોખીલ (એનસીપી)-1027
નોટા- 3110

English summary
BJP on Sunday retained the Rajkot-West assembly seat by winning the byelection with a margin of over 23,000 votes.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X