Gujarat bypoll election Result: અલ્પેશ ઠાકોર રાધનપુર સીટથી હાર્યા
ઠાકોર સમાજના અલ્પેશ ઠાકોર છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યા છે જયારે તેમને કોંગ્રેસ પાર્ટી જોઈન કરી ત્યારે પણ તેના વિશે ઘણી ચર્ચા થઇ હતી
ઠાકોર સમાજના અલ્પેશ ઠાકોર છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યા છે જયારે તેમને કોંગ્રેસ પાર્ટી જોઈન કરી ત્યારે પણ તેના વિશે ઘણી ચર્ચા થઇ હતી અને હાલમાં જયારે તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા ત્યારે પણ ઘણો વિવાદ થયો હતો. આ વખતે ગુજરાતની પેટાચૂંટણીમાં ભાજપે અલ્પેશ ઠાકોરને રાધનપુર સીટથી ઉમેદવાર બનાવ્યા છે પરંતુ હાલમાં મળી રહેલા પરિણામ અનુસાર અલ્પેશ ઠાકોર રાધનપુર સીટથી પાછળ ચાલી રહ્યા છે.

કોંગ્રેસે રાધનપુર સીટ પર અલ્પેશ ઠાકોરની સામે રઘુ દેસાઈને મેદાને ઉતાર્યા છે. રાધનપુર સીટની પરિણામ આવી ચૂક્યું છે. આ સીટ પર અલ્પેશ ઠાકોર હારી ચુક્યા છે.
ચૂંટણી પ્રચાર દરમિયાન અલ્પેશ ઠાકોરનો એક વીડિયો પણ સામે આવ્યો હતો. આ વીડિયોમાં તે કહેતા જોવા મળ્યા હતા કે જ્યારે હું કોંગ્રેસમાં હતો ત્યારે હું આ વિસ્તારનો રાજા હતો. અલ્પેશ ઠાકોરે એવું પણ કહ્યું હતું કે હવે અમે અરજી નહીં કરીયે, પરંતુ મંત્રી તરીકે ઓર્ડર આપીશું. પેટાચૂંટણીના થોડા સમય પહેલા જ તેમનો આવો વીડિયો સામે આવતાં રાજકારણ ગરમાયું હતું.
આ પણ વાંચો: Gujarat bypoll election result Live: 6માંથી ગુજરાતની ત્રણ બેઠક પર કોંગ્રેસ આગળ












Click it and Unblock the Notifications
