For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત પેટા ચૂંટણી પરિણામઃ ભાજપ 5 બેઠક પર જીત્યુ, 3માં આગળ, કોંગ્રેસમાં સન્નાટો

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપ 5 સીટો પર જીતી ગયુ છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપ 5 સીટો પર જીતી ગયુ છે. જેમા મોરબી સહિત અબડાસા, ગઢડા, કરજણ અને લીંબડી બેઠકોનો સમાવેશ થાય છે. જ્યારે ધારી, કપરાડા અને ડાંગ બેઠકમાં ભાજપની જીત નક્કી છે. તેમાં પણ ભાજપ આગળ ચાલી રહ્યુ છે. ભાજપ કાર્યાલયમાં ઉજવણીનો માહોલ છે જ્યારે કોંગ્રેસમાં સન્નાટો છવાઈ ગયો છે.

counting

Recommended Video

Bypoll Results 2020 : ભાજપનો તમામ 8 બેઠક પર ભવ્ય વિજય, જાણો કોણ કેટલા મતથી વિજેતા બન્યું

અબડાસામાં પ્રદ્યુમનસિંહ જાડેજા 36 હજારથી વધુ મતોથી અને કરજણમાં અક્ષય પટેલ 16 હજારથી વધુ મતોથી જીતી ગયા છે. કોંગ્રેસના ઉમેદવાર હાર સ્વીકારીને મતગણતરી કેન્દ્રમાંથી બહાર નીકળી ગયા હતા. કરજણ બેઠકમાં કોંગ્રેસ ઉમેદવાર કિરીટસિંહ જાડેજાએ કહ્યુ કે અમારા કાર્યકરોને ડરાવવામાં આવ્યા છે અને તેમને ધમકાવવામાં આવ્યા હતા.

સૌરાષ્ટ્રની બેઠકોની વાત કરીએ તો મોરબીમાં બ્રિજેશ મેરજા 4354 મતોથી વિજેતા બન્યા છે. મોરબીની બેઠક ઘણી રસાકસીભરી રહી. પહેલા કોંગ્રેસના ઉમેદવાર જયંતિ પટેલ આગળ હતા પરંતુ બાદમાં ભાજપે સરસાઈ લઈને જીત મેળવી લીધી હતી. બ્રિજેશ મેરજાને 63959 મતો મળ્યા હતા જ્યારે જયંતિ પટેલને 59595 મતો મળ્યા. ધારી અને ગઢડામાં પણ ભાજપનો ભગવો લહેરાયો. ધારીમાં જે વી કાકડિયા જ્યારે ગઢડામાં ભાજપના ઉમેદવાર આત્મારામ પરમારનો વિજય થયો છે.

શેર બજારમાં દિવાળી ધમાકો, પહેલી વાર સેન્સેક્સ 43000ને પારશેર બજારમાં દિવાળી ધમાકો, પહેલી વાર સેન્સેક્સ 43000ને પાર

English summary
Gujarat Bypolls: BJP won 5 seats and leading in 3 seats.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X