For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત મંત્રીમંડળનું વિસ્તરણ કરાશે; નવા ચહેરાઓને સ્થાન અપાશે

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 24 જુલાઇ : ગુજરાતમાં મુખ્યપ્રધાન તરીકેનો વિક્રમ સર્જનારા નરેન્દ્ર મોદીને ભાજપ દ્વારા આગામી લોકસભા ચૂંટણી 2014ની પ્રચાર સમિતીની જવાબદારી સોંપાઈ છે. આ બાબતને પગલે નરેન્દ્ર મોદીને લોકસભાની ચૂંટણીના કેમ્પેઈનમાં વધુ સમય આપવાનો હોવાથી ગુજરાતના વિકાસકાર્યમાં કોઈ અંતરાય ઊભા ન થાય તેને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્યમાં ટૂંક સમયમાં જ પ્રધાનમંડળનું વિસ્તરણ કરવામાં આવશે તેમ જાણકારોનું કહેવું છે.

હવે સૌની નજર એ બાબત પર રહેલી છે કે મુખ્યપ્રધાન આ મામલાને આખરી ઓપ ક્યારે આપે છે. આ ઉપરાંત નાયબ મુખ્યપ્રધાનના પદ માટે અગાઉ વિચારણા થઈ હતી પરંતુ આ મામલે હજુ અવઢવ પ્રવર્તી રહી હોવાનું જાણવા મળે છે. પ્રધાનમંડળનું વિસ્તરણ કરવામાં આવશે તો તેમાં પાંચ નવા ચહેરાનો પણ સમાવેશ કરવામાં આવે તેવી શક્યતા છે. પક્ષની સ્ટ્રેટેજી પ્રમાણે ગુજરાતના જે મત વિસ્તારમાં ભાજપની બેઠક નબળી જણાતી હોય તેવા વિસ્તારમાં પ્રભુત્વ ધરાવતી કોમના નેતાને પ્રધાનમંડળમાં સમાવેશ કરવા વિચારણા કરવામાં આવી રહી છે.

ગુજરાત મંત્રીમંડળનું વિસ્તરણ કરાશે

ગુજરાત મંત્રીમંડળનું વિસ્તરણ કરાશે

ગુજરાતમાં મુખ્યપ્રધાન તરીકેનો વિક્રમ સર્જનારા નરેન્દ્ર મોદીને ભાજપ દ્વારા આગામી લોકસભા ચૂંટણી 2014ની પ્રચાર સમિતીની જવાબદારી સોંપાઈ છે. આ બાબતને પગલે નરેન્દ્ર મોદીને લોકસભાની ચૂંટણીના કેમ્પેઈનમાં વધુ સમય આપવાનો હોવાથી ગુજરાતના વિકાસકાર્યમાં કોઈ અંતરાય ઊભા ન થાય તેને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્યમાં ટૂંક સમયમાં જ પ્રધાનમંડળનું વિસ્તરણ કરવામાં આવશે તેમ જાણકારોનું કહેવું છે.

નવો સંભવિત ચહેરો - કિરિટ સિંહ રાણા

નવો સંભવિત ચહેરો - કિરિટ સિંહ રાણા

હવે સૌની નજર એ બાબત પર રહેલી છે કે મુખ્યપ્રધાન આ મામલાને આખરી ઓપ ક્યારે આપે છે. આ ઉપરાંત નાયબ મુખ્યપ્રધાનના પદ માટે અગાઉ વિચારણા થઈ હતી પરંતુ આ મામલે હજુ અવઢવ પ્રવર્તી રહી હોવાનું જાણવા મળે છે.

નવો સંભવિત ચહેરો - શંકર ચૌધરી

નવો સંભવિત ચહેરો - શંકર ચૌધરી

પ્રધાનમંડળનું વિસ્તરણ કરવામાં આવશે તો તેમાં પાંચ નવા ચહેરાનો પણ સમાવેશ કરવામાં આવે તેવી શક્યતા છે. પક્ષની સ્ટ્રેટેજી પ્રમાણે ગુજરાતના જે મત વિસ્તારમાં ભાજપની બેઠક નબળી જણાતી હોય તેવા વિસ્તારમાં પ્રભુત્વ ધરાવતી કોમના નેતાને પ્રધાનમંડળમાં સમાવેશ કરવા વિચારણા કરવામાં આવી રહી છે.

નવો સંભવિત ચહેરો - વાસણ આહિર

નવો સંભવિત ચહેરો - વાસણ આહિર

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર તાજેતરમાં જ મુખ્યપ્રધાનના નિવાસસ્થાને મળેલી ભાજપના ઉચ્ચ પદાધિકારીઓની બેઠકમાં અનેક મહત્વના મુદ્દા ચર્ચવામાં આવ્યા હતા. જેમાં ત્રણ મુદ્દા મુખ્ય પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. પ્રથમ મુદ્દામાં લોકસભાની ચૂંટણીમાં ગુજરાત ભાજપે વધુમાં વધુ બેઠકો મળે તેવી વ્યૂહરચના ઘડવા વિચારણા કરવામાં આવી હતી.

સંભવિત ચહેરો - જયનારાયણ વ્યાસ

સંભવિત ચહેરો - જયનારાયણ વ્યાસ

બીજો મુદ્દો પ્રદેશ કારોબારીમાં હોદેદારોની વરણીનો અને ત્રીજો મુદ્દો પ્રધાનમંડળના વિસ્તરણનો હતો. આ સપ્તાહના પ્રારંભે પક્ષના મહામંત્રી અને ગુજરાતના ભૂતપૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન અમિત શાહ અને મુખ્યપ્રધાન વચ્ચે એક ગુપ્ત બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પણ પ્રધાનમંડળના વિસ્તરણની ચર્ચા થઈ હોવાનું જાણવા મળે છે.

સંભવિત ચહેરો - નરહરિ અમીન

સંભવિત ચહેરો - નરહરિ અમીન

નવા પ્રધાનોમાં જે નામોની ચર્ચા છે તેમાં ધારાસભ્ય કિરીટસિંહ રાણા, શંકર ચૌધરી અને વાસણ આહીરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ભાજપના અગ્રણી નેતા જયનારાયણ વ્યાસ અને કોંગ્રેસમાંથી ભાજપમાં પ્રવેશેલા નરહરિ અમીનને પણ મહત્ત્વની જવાબદારી સોંપાય તેવું જાણકારો માની રહ્યા છે. આ મહિનાના અંત સુધીમાં પ્રધાનમંડળના વિસ્તરણની અને બોર્ડ નિગમમાં હોદ્દેદારોની વરણીની શક્યતા જોવાઈ રહી છે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર તાજેતરમાં જ મુખ્યપ્રધાનના નિવાસસ્થાને મળેલી ભાજપના ઉચ્ચ પદાધિકારીઓની બેઠકમાં અનેક મહત્વના મુદ્દા ચર્ચવામાં આવ્યા હતા. જેમાં ત્રણ મુદ્દા મુખ્ય પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. પ્રથમ મુદ્દામાં લોકસભાની ચૂંટણીમાં ગુજરાત ભાજપે વધુમાં વધુ બેઠકો મળે તેવી વ્યૂહરચના ઘડવા વિચારણા કરવામાં આવી હતી.

બીજો મુદ્દો પ્રદેશ કારોબારીમાં હોદેદારોની વરણીનો અને ત્રીજો મુદ્દો પ્રધાનમંડળના વિસ્તરણનો હતો. આ સપ્તાહના પ્રારંભે પક્ષના મહામંત્રી અને ગુજરાતના ભૂતપૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન અમિત શાહ અને મુખ્યપ્રધાન વચ્ચે એક ગુપ્ત બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પણ પ્રધાનમંડળના વિસ્તરણની ચર્ચા થઈ હોવાનું જાણવા મળે છે.

નવા પ્રધાનોમાં જે નામોની ચર્ચા છે તેમાં ધારાસભ્ય કિરીટસિંહ રાણા, શંકર ચૌધરી અને વાસણ આહીરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ભાજપના અગ્રણી નેતા જયનારાયણ વ્યાસ અને કોંગ્રેસમાંથી ભાજપમાં પ્રવેશેલા નરહરિ અમીનને પણ મહત્ત્વની જવાબદારી સોંપાય તેવું જાણકારો માની રહ્યા છે. આ મહિનાના અંત સુધીમાં પ્રધાનમંડળના વિસ્તરણની અને બોર્ડ નિગમમાં હોદ્દેદારોની વરણીની શક્યતા જોવાઈ રહી છે.

English summary
Gujarat cabinet reshuffle soon; possibility to include new faces
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X