હવે સ્વામિનારાયણના સાધુઓ સામે અપ્રાકૃતિક શારીરિક શોષણના આરોપો
અમદાવાદ, 24 ઓક્ટોબર : આધ્યાત્મિક જગતમાં આસારામના સેક્સ કૌભાંડ બાદ હવે ગુજરાતમાં સૌથી મોટા સંપ્રદાય ગણાતા સ્વામિનારાયણ પંથના સાધુઓ પર પણ શારિરીક શોષણનો આરોપ લગાવવાનો કિસ્સો બહાર આવ્યો છે.
આ સંપ્રદાયના બે સાધુઓએ આરોપ લાગાવ્યો છે કે આશ્રમમાં તેમની સાથે અપ્રાકૃતિક શારિરીક સંબંધો બનાવવામાં આવતા હતા. આ અપ્રાકૃતિક શારિરીક સંબંધો આશ્રમના જ પ્રમુખ સાધુઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા. બીજી તરફ સંસ્થાઓ આ આરોપોનું ખંડન કર્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ અને વડોદરાના સાધુ પ્રિયદર્શન તથા નિષ્કામ સેવાદાર 15 વર્ષની વયથી બોચાસણવાસી સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામિનારાયણ મંદિરમાં રહે છે. અમદાવાદ પોલીસ કન્ટ્રોલ રૂમમાં બુધવારે 23 ઓક્ટોબર, 2013ના રોજ તેમણે ફરિયાદ નોંધાવી હતી કે અહીં પ્રમુખ સ્વામી અને અન્ય ચાર સાધુઓએ તેમનું શારિરીક શોષણ કર્યું હતું.
આરોપમાં જણાવ્યા અનુસાર આ બાબતનો વિરોધ કરવામાં આવતા પ્રિયદર્શનને અન્ય આશ્રમમાં મોકલી દેવામાં આવ્યો હતો. જ્યારે નિષ્કામ સેવાદારને દુબઇ મોકલી દેવામાં આવ્યો હતો. દુબઇમાં તેનો વિઝા અને પાસપોર્ટ પડાવી લેવામાં આવ્યો હતો. તે જેમ તેમ કરીને ગુજરાત પરત ફર્યો હતો.
મંગળવારે બંને ફરિયાદી પોતાના અધિવક્તા બી એમ મંગુકિયા સાથે શાહીબાગ અને માધુપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં પોલીસે તેમની ફરિયાદ લેવાની ના પાડી દીધી હતી. ત્યાર બાદ બંનેએ બુધવારે અમદાવાદ પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફરિયાદ નોંધાવી હતી.












Click it and Unblock the Notifications
