For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના મુખ્યમંત્રીએ ટેકનિકલ શિક્ષણ પોર્ટલ KnowYourCollege.in લોન્ચ કર્યું

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 12 જુલાઇ : ગુજરાતનાં મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલે શુક્રવાર, 11 જુલાઇ, 2014ના રોજ રાજ્ય સરકારની ઇનોવેટિવ 'નો યોર કોલેજ'નામના પોર્ટલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પોર્ટલ વિદ્યાર્થીઓને અનેક રીતે ઉપયોગી બનશે તેમ કહેવામાં આવ્યું છે.

આ પોર્ટલનું URL છે http://www.knowyourcollege.in/ પોર્ટલમાં સર્ચ કરતા વિદ્યાર્થીઓને ઇજનેરી, ફાર્મસી અને મેનેજમેન્ટ કોલેજમાં પ્રવેશને લગતી તમામ પ્રકારની મહત્વની માહિતી ઉપલબ્ધ થશે. જે વિદ્યાર્થી આ કોલેજોમાં પ્રવેશ લેવા માટે આતુર છે તેમને ઘરેબેઠા જ પ્રવેશ પ્રક્રિયા સંબંધિત તમામ જાણકારી મળી રહેશે.

know-your-college

આ ઉપરાંત વિદ્યાર્થીઓ પોતાના વિસ્તારમાં આવેલી વિવિધ કોલેજોની પણ ઓનલાઇન મુલાકાત લઇ શકશે. આ પોર્ટલની મદદથી વિદ્યાર્થીઓ અને વાલીની પ્રવેશને લગતી મોટામાં મોટી મૂંઝવણનું ઘરેબેઠા નિરાકરણ આવશે. 'નો યોર કોલેજ' પોર્ટલના લોન્ચિંગથી રાજ્યના લાખો વિદ્યાર્થીઓની પ્રવેશપ્રક્રિયા સરળ બનશે.

તકનીકી શિક્ષણ સંબંધિત વેબપોર્ટલ ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ અને ગુજરાતના ટેકનિલ શિક્ષણ કમિશનર જયંતિ રવિની પહેલથી Technical Education Information Systems (TEIS) દ્વારા શરૂ કરવામાં આવ્યું છે.

ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ દ્વારા યોજાયેલા આ પોર્ટલના લોન્ચિંગ કાર્યક્રમમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણ રાજ્યમંત્રી વસુબહેન ત્રિવેદી, પ્રાથમિક શિક્ષણ સચિવ સંગીતા સિંઘ, ટેકનિકલ શિક્ષણ કમિશનર જયંતિ રવિ, મુખ્યમંત્રીના સચિવ અજય ભાદુ સહિ‌તના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

English summary
Gujarat CM launched KnowYourCollege.in technical education portal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X