વોટ ચોરીનું ભુત ગુજરાત પહોંચ્યુ, સીઆર પાટીલ વોટ ચોરી કરીને જીત્યાનો આરોપ
ગુજરાત કોંગ્રેસે રાજ્યની મતદાર યાદીમાં મોટા પાયે ગેરરીતિ અને ગોટાળાનો આક્ષેપ કર્યો છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટી (BJP) વોટ ચોરીનું કાવતરું કરી રહી છે, જે લોકશાહી માટે ખતરનાક છે.
અમિત ચાવડાએ ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના લોકસભા મતવિસ્તાર નવસારીમાં વોટ ચોરીનો આરોપ લગાવ્યો.

તેમણે દાવો કર્યો કે, નવસારી લોકસભા હેઠળ આવતી ચોર્યાસી વિધાનસભા બેઠકની મતદાર યાદીની તપાસ કરતાં તેમને 30,000 કરતા પણ વધુ ભૂતિયા અને ખોટા મતદારો મળી આવ્યા છે.
તેમણે જણાવ્યું કે જો માત્ર 40 ટકા મતદારોની ચકાસણીમાં આટલી મોટી સંખ્યામાં ગેરરીતિ મળે તો આખા રાજ્યમાં આ કૌભાંડનું પ્રમાણ ખૂબ મોટું હોઈ શકે છે.
તેમણે સવાલ ઉઠાવ્યો કે શું સીઆર પાટીલની રેકોર્ડબ્રેક જીત પાછળ આવા ખોટા મતદારો જવાબદાર છે? કોંગ્રેસે આ મામલે સંપૂર્ણ તપાસની માંગ કરી છે. આ આરોપો બાદ ગુજરાતના રાજકારણમાં ભુકંપનો માહોલ સર્જાયો છે.












Click it and Unblock the Notifications
