Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કોંગ્રેસના ઢંઢેરામાં લેપટોપ, નોકરીઓ આપવાના વચનોની લ્હાણી

congress-logo
અમદાવાદ, 4 ડિસેમ્બર : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012માં 182 બેઠકો માટે ઉમેદવારોની ઘોષણાની પ્રક્રિયા પૂરી કર્યા બાદ બંને મુખ્ય પક્ષ ભાજપ અને કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરા જાહેર કરવામાં આવ્યા છે. આજે કોંગ્રેસે જાહેર કરેલા ઢંઢેરામાં સત્તા પર આવશે તો ધોરણ 12 પછી વિદ્યાર્થીઓને મફત લેપટોપ અને રોજગારીની તકો આપવાની આકર્ષક જાહેરાતો કરી છે.

ઉલ્લેખનીય છે કે ગઇકાલે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ભાજપનો ચૂંટણી ઢંઢેરો 'સંકલ્પ પત્ર' તરીકે રજૂ કર્યો હતો.આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ભવન ખાતે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા,વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોડિલ, શંકરસિંહ વાધેલા અને અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં દિલ્હીનાં મુખ્યપ્રધાન શીલા દીક્ષિતના હસ્તે બહાર પાડવામાં આવ્યો હતો.

કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં વચનોની લ્હાણી કરવામાં આવી છે. જેમાં મુખ્ય વચનો આ મુજબ છે...

- વિદ્યાર્થીઓને વિનામૂલ્યે લેપટોપ અપાશે.
- મધ્યાહન ભોજન અને આંગણવાડી કર્મચારીઓનાં વેતનમાં બમણો વધારો કરાશે
- બેકલોગની ૬૨ હજાર જગ્યાઓ એક વર્ષમાં ભરાશે.
- સંપૂર્ણ પગાર સાથે નોકરી આપવામાં આવશે.
- પુસ્તકોનાં ભાવ ઓછા કરાશે
- રાઇટ ટુ ફોરેસ્ટ લેન્ડ એક્ટને છ મહિનામાં અમલી બનાવાશે
- જિલ્લા પંચાયતનાં અધિકારીઓને પૂરતા અધિકાર અપાશે
- મજૂર બાંધકામ મંડળોને રૂ. ૧૫ લાખ સુધીનાં કામ અપાશે
- વરસાદી પાણીનાં સંગ્રહ માટે સત્તામંડળની રચના કરાશે
- આદિવાસી ખેડૂતોને ખેતી માટે વીજ કનેકશન અપાશે
- આદિવાસી વિસ્તારનાં લોકોને લાઈટ બીલમાં પચાસ ટકાની રાહત
- કેનાલનું કામ તાત્કાલિક ધોરણે પૂર્ણ કરાશે
- ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છમાં સિંચાઈ યોજનાઓ બનાવાશે.
- મધ્યમવર્ગને રાહત દરે અનાજ અપાશે
- તમામ ગામોને રાજ્યના ધોરીમાર્ગો સાથે જોડાશે
- રૂ. ૧૫ હજાર સુધીની માસિક આવક ધરાવનારને વ્યવસાય વેરામાંથી મુક્તિ
- ૫0 લાખ સુધીનાં વકરા પર વેટમાંથી મુક્તિ
- વેપારીઓને ઇનપુટ ક્રેડિટ ટેક્સમાં લાભ
- ઘરોમાં ૫૦ યુનિટ વીજળી મફત અપાશે
- સરદાર સરોવર યોજના પૂર્ણ કરવામાં આવશે
- અમારા કેન્દ્રમાં ટાટા, બિરલા, અંબાણી કે અદાણી નહીં હોય પણ આમ આદમી રહેશે
- સરકારી કર્મચારીઓ માટે છઠ્ઠા પગારપંચનો અમલ કરવામાં આવશે
- પેટ્રોલ-ડિઝલ સસ્તા કરવામાં આવશે
- વીજ કનેક્શન માંગનાર દસ લાખ ખેડૂતોને સમયમર્યાદામાં કનેક્શન આપવામાં આવશે.
- સોળ કલાક વીજળી આપવામાં આવશે.
- સાગરખેડૂઓને ડિઝલ પર સબ્સિડી આપવામાં આવશે અને તેમના માટે વીમા યોજના લાવવામાં આવશે
- સાગર આધારીત પ્રવસન ઉદ્યોગ લાવવા ઈનવેસ્ટમેન્ટ લાવવામાં આવશે, જેથી યુવકોને રોજગાર મળે.
- વિદ્યાસહાયક, શિક્ષણ સહાયક સહિતના તમામ સહાયકના પદો નાબુદ કરાશે.
- ખાનગી સ્કૂલોમાં ગરીબ છોકરાઓ માટે અનામત અપાવીશું.
- વિદ્યા નીધિ ઊભી કરીને ગરીબ વિદ્યાર્થીઓનાં ઉચ્ચ અભ્યાસ માટે જોગવાઈ કરવામાં આવશે
- બે લાખ રૂપિયાનું વીમા કવચ આપવામાં આવશે
- ૧૮,000 ગામડાઓમાં સોલર પાવરથી સ્ટ્રીટ લાઈટ્સ ચલાવાશે
- મહિલાઓ માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પચાસ ટકા સુધીનું અનામત આપવામાં આવશે
- દલિત, લઘુમતિ, આદિવાસી, અનુસૂચિત જનજાતિ માટે બંધ કરી દેવાયેલી યોજનાઓ ફરી શરૂ કરાશે
- લઘુમતિ વિદ્યાર્થીઓ માટે પ્રિ-મેટ્રિક સ્કોલરશીપ લવાશે
- એસસી અને એસટી વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ બમણી કરાશે
- મુંબઈની પેટર્ન પર પાંચ વર્ષમાં ઝીરો સ્લમનો નિર્ધાર
- જ્યાં ઝૂંપડપટ્ટી છે, ત્યાં જ તેમને મકાન આપવામાં આવશે
- રેકડીવાળા, પાથરણાવાળાઓ માટે વેન્ડર પોલિસી લવાશે
- રીક્ષાવાળાઓને વીમો આપવામાં આવશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X