Gujarat : 10 વાગ્યા સુધીના પરિણામોએ ભાજપનો નક્શો બદલ્યો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોને દેખતા સ્પષ્ટ થાય છે કે જે સીટો પર એક સમયે ભાજપનું કમળ ખીલતું હતું તે સીટો પર હવે પંજો દેખાય છે. વધુ વાંચો અહીં.

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં સવારે 10 વાગ્યા સુધી જે ચૂંટણીના પરિણામો આવ્યા છે તેણે ભાજપનો નક્શો જ બદલી દીધો છે. જે સીટો પર એક સમયે ભાજપનું કમળ ખીલતું હતું તે સીટો પર હવે પંજો દેખાય છે. જો કે હજી સુધીના પરિણામોમાં કોઇ પણ નેતાને સ્પષ્ટ બહુમત નથી મળ્યા તેમ છતાં ભાજપ 56 સીટો પર આગળ છે તો કોંગ્રેસ 50 સીટો પર આગળ છે. આમ 100 થી વધુ બેઠકોના પરિણામોને જોતા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હાલ કાંટાની ટક્કર છે. ગામ્ય બેઠકો પર કોંગ્રેસનો દબદબો સવારે 10 વાગ્યા સુધીના પરિણામોમાં સ્પષ્ટ જોવા મળે છે. તો બીજી તરફ શહેરી બેઠકો પર ભાજપ આગળ દેખાઇ રહી છે.

bjp and congress
જો કે છેલ્લા 22 વર્ષથી સતત જીતતી આવતી ભાજપ માટે આ પરિણામો ખરેખરમાં આંચકા સમાન છે. કોંગ્રેસ અને હાર્દિક પટેલની સહયારી મહેનત, નબળી પડતી ભાજપની મુશ્કેલી વધારવામાં સફળ રહી છે તેવું શરૂઆતી પરિણામોના આંકડા જોઇને લાગી રહ્યું છે. ત્યારે જ્યાં કોંગ્રેસમાં આ કારણે ખુશીની લહેર ફરી વળી છે ત્યાં જ ભાજપની બોલતી બંધ થઇ ગઇ છે. નોંધનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે બપોરે 2 વાગ્યા સુધી ચિત્ર એકદમ સ્પષ્ટ થઇ જશે. પણ તે પહેલા 10 વાગ્યા સુધીના પરિણામોએ ભાજપને મીની આંચકો તો ચોક્કસથી આપી દીધો છે.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X