અને કોંગ્રેસે આપી દીધી કાદર ખાનને શ્રદ્ધાંજલિ...
અમદાવાદ, 13 ફેબ્રુઆરી: કહેવાય છે કે અફવાહોને કોઇ દિશા કે મંજિલ નથી હોથી. એને જ્યાં હવા મળે ત્યાં એ વળી જાય છે. હમણા 8 ફેબ્રુઆરીના રોજ સોશિયલ સાઇટ્સ અને એસએમએસ દ્વારા એવી અફવાએ જોર પકડ્યું હતું કે બોલિવુડના પીઢ અભિનેતા અને સંવાદ લેખક કાદરખાનનું અવસાન થયું છે. જોકે ગુજરાતની કોંગ્રેસ પ્રદેશ સમિતિ દ્વારા આ સમાચારની સત્યતા તપાસ કર્યા વગર પોતાના ફેસબુક એકાઉન્ટ પર કાદર ખાનને શ્રદ્ધાંજલિ આપી દીધી હતી.
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિએ પોતાના સોશિયલ સાઇટ્સ ફેસબુકના એકાઉન્ટ પર કાદર ખાનના નિધન અંગે સંદેશો આપતા લખ્યું કે "ફિલ્મ જગતના મશહુર કલાકાર, ડાયલોગ રાઇટર અને હાસ્યની છોળો ઉડાડી બોલીવુડના પ્રથમ હરોળના અભિનેતા બનેલ શ્રી કાદરખાનની વિદાય. જગતને હસાવનાર આજે રોવડાવી ગયા. અલવિદા..... શ્રદ્ધાસુમન....."

જોકે બાદમાં અફવાની ખબર પડતા કોંગ્રેસે પોતાના ફેસબુક એકાઉન્ટમાંથી કાદર ખાનને તસવીર સાથેની શ્રદ્ધાંજલિ હટાવી દીધી હતી. અને આ અફવાઓના પગલે ખુદ કાદર ખાને મીડિયામાં આવીને જણાવ્યું કે 'હું મર્યો નથી, હું હજી જીવું છું.'
આવી બધી ઘટનાઓ, કૌભાંડો, ભ્રષ્ટાચાર અને વધતી જતી મોંઘવારીના કારણે જ દેશના લોકોનો ઢોળાવ હવે ભારતીય જના પાર્ટી તરફ આવી રહ્યો છે. જેનું તાજું ઉદાહરણ છે ગઇકાલે આવેલી ગુજરાત નગરપાલિકાની ચૂંટણીના પરિણામો. જેમાં ભાજપે કુલ 75 નગરપાલિકામાંથી 47 પર ભગવો લહેરાવ્યો અને કોંગ્રેસના ફાળે માત્ર 9 જ બેઠક અને અપક્ષના ફાળે 9 બેઠક આવી છે.
જ્યારે 90 ટકા મુસ્લીમ વોટ ધરાવતી જામનગર જિલ્લાની સયાલા નગરપાલિકામાં 27માંથી 27 બેઠકો મળવી એ મુસ્લીમો કેટલા ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં છે એ વાતને ઉજાગર કરે છે. આખા દેશમાંથી અન્ય રાજકિય પક્ષો તરફથી હંમેશા કહેવાતું આવ્યું છે કે મોદી અને બીજેપી મુસ્લીમ વિરોધી છે. જોકે સયાલાની નગરપાલિકાની ચૂંટણી પરિણામો એ દરેકના ગાલે તમાચો છે જેઓ મોદી અને બીજેપીને મુસ્લીમ વિરોધી ગણાવે છે અથવા તો મુસ્લીમો બીજેપીના સમર્થનમાં નથી એવું કહેતા હોય.












Click it and Unblock the Notifications
