For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં હજારથી પણ ઘટ્યા કોરોના દર્દી, દેશમાં અત્યાર સુધી 3 કરોડથી વધુ લોકો સંક્રમણ મુક્ત

ગુજરાતમાં કોરોનાના સક્રિય દર્દી હવે એક હજારથી પણ ઓછા છે. જાણો લેટેસ્ટ આંકડા.

|
Google Oneindia Gujarati News

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના સક્રિય દર્દી હવે એક હજારથી પણ ઓછા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 42 નવા દર્દી મળ્યા જ્યારે 262 દર્દી રિકવર થયા. કુલ સંક્રમિતોનો આંકડો 8.24,242 થઈ ગયો હતો જેમાંથી 8,13,238 દર્દી રિકવર થયા. વળી, સરકારે કોરોનાથી કુલ મૃત્યુઆંક 10,073 બતાવ્યો છે. જો કે ન્યૂઝ રિપોર્ટમાં સરકારી આંકડાથી અનેક ગણા વધુ મોત થયા અને કોરોનાનુ સંક્રમણ પણ લાખો લોકો સુધી પહોંચ્યુ.

ગુજરાતમાં 2,42,96,959 કોરોના ટેસ્ટ થયા

ગુજરાતમાં 2,42,96,959 કોરોના ટેસ્ટ થયા

આરોગ્ય વિભાગના રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે કે ગુજરાતમાં 11 જુલાઈ સુધી 2,42,96,959 કોરોના ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે અને કોરોના વેક્સીનની 2,76,37,323 ડોઝ પૂરો પાડવામાં આવી ચૂક્યો છે. રિકવરી રેટ પણ વધીને 98.7% થઈ ગયો છે. એટલે કે દર 100 દર્દીઓમાંથી 98 લોકો રિકવર થઈ રહ્યા છે. ગુજરાત ઉપરાંત આખા દેશની વાત કરવામાં આવે તો ભારતમાં કોરોના સંક્રમિતોનો આંકડો 3,08,73,907 પહોંચી ગયો છે. જેમાં 37,645 સંક્રમિતો છેલ્લા એક દિવસમાં જ મળ્યા છે. આ ઉપરાંત ગઈ કાલે 39,674 લોકો રિકવર થયા છે અને અત્યાર સુધી રિકવર થનાર લોકોની કુલ સંખ્યા 3 કરોડને પાર થઈ ગઈ છે.

દેશમાં અત્યાર સુધી 3 કરોડથી વધુ લોકો થયા રિકવર

દેશમાં અત્યાર સુધી 3 કરોડથી વધુ લોકો થયા રિકવર

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના રિપોર્ટ મુજબ દેશમાં કોરોના સંક્રમણથી મુક્ત થનાર લોકોની સંખ્યા 3,00,07,200 થઈ ગઈ છે. જો કે હજુ સક્રિય દર્દીઓની સંખ્યા 4,45,673 છે. વળી, મૃતકોનો આંકડો જોઈએ તો કોરોનાથી અત્યાર સુધી દેશમાં 4,08,792 લોકોના જીવ ગયા છે. આ ઉપરાંત લોકોને આપવામાં આવી રહેલ વેક્સીનની વાત કરીએ તો અત્યાર સુધી 37,60,32,586 ડોઝ આપવામાં આવી ચૂક્યા છે.

સર્વાધિક પ્રભાવિત રાજ્યોમાં ગુજરાત 12મા સ્થાને

સર્વાધિક પ્રભાવિત રાજ્યોમાં ગુજરાત 12મા સ્થાને

કોરોનાથી સર્વાધિક પ્રભાવિત રાજ્યોની વાત કરીએ તો ગુજરાત 12મુ એવુ રાજ્ય છે જ્યાં કોરોનાના 8 લાખથી વધુ કેસ સામે આવ્યા છે. આરોગ્ય મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યુ છે કે દેશમાં કોરોનાથી રિકવર થનાર દર્દીઓની સંખ્યા રવિવારે 3 કરોડને પાર થઈ ગઈ. હવે સૌથી વધુ રિકવરી મામલે ભારત દુનિયામાં પહેલા સ્થાને છે. જ્યારે બીજા નંબરે અમેરિકા છે. ત્રીજા સ્થાને બ્રાઝિલ છે. દેશમાં કોરોનાથી રિકવર થનાર દર્દીઓની સંખ્યા 6 જાન્યુઆરીએ 1 કરોડ અને 13 મેએ 2 કરોડને પાર થઈ હતી.

સર્વાધિક કોરોના કેસોવાળા રાજ્ય

સર્વાધિક કોરોના કેસોવાળા રાજ્ય

દેશમાં સૌથી વધુ કોરોનાના કેસ મહારાષ્ટ્રમાં નોંધવામાં આવ્યા છે. નીચે કોરોનાથી વધુ પ્રભાવિત રાજ્યોના કોરોના કેસના આંકડા દર્શાવવામાં આવ્યા છે.

રાજ્ય/કુલ કેસ/નવા દર્દી

મહારાષ્ટ્ર 61,57,799 ↑8,535
કેરળ 30,65,336 ↑12,220
કર્ણાટક 28,71,298 ↑1,978
તમિલનાડુ 25,18,786 ↑2,775
આંધ્ર પ્રદેશ 19,22,843 ↑2,665
ઉત્તર પ્રદેશ 17,07,350 ↑125
પશ્ચિમ બંગાળ 15,12,129 ↑924
દિલ્લી 14,35,083 ↑53
છત્તીસગઢ 9,97,973 ↑188
રાજસ્થાન 9,53,126 ↑52
ઓરિસ્સા 9,39,752 ↑2,282
ગુજરાત 8,24,242 ↑42

English summary
Gujarat: Corona cases reduced to less than 1 thousand, 2,42,96,959 corona tests so far.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X