Gujarat Corona Update : રાજ્યમાં છેલ્લા 30 દિવસમાં કોરોનાને કારણે એકપણ મોત નહીં
ગુજરાતમાં કોવિડ 19ને કારણે છેલ્લું મૃત્યુ એક મહિના પહેલા 3 સપ્ટેમ્બરના રોજ નોંધાયું હતું. આ સિદ્ધિ હાંસલ કરવા માટે રાજ્ય ભારતમાં જૂજ રાજ્યોમાંથી એક છે.
Gujarat Corona Update : ગુજરાતમાં કોવિડ 19ને કારણે છેલ્લું મૃત્યુ એક મહિના પહેલા 3 સપ્ટેમ્બરના રોજ નોંધાયું હતું. આ સિદ્ધિ હાંસલ કરવા માટે રાજ્ય ભારતમાં જૂજ રાજ્યોમાંથી એક છે. પડોશી રાજસ્થાન આવું જ એક ઉદાહરણ છે. 18 મહિનાની લાંબી મહામારીમાં પહેલીવાર એવું બન્યું છે કે, રાજ્યમાં એક મહિનામાં કોઈ મૃત્યુ નોંધાયું નથી.
3 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી, રાજ્યમાં 95 ટકાથી વધુના રિકવરી રેટ સાથે 491 કેસ નોંધાયા છે. ગુજરાતના 33 માંથી 19 જિલ્લામાં શનિવારની સવાર સુધીમાં ઝીરો એક્ટવ કેસ છે. રાજ્યમાં 24 કલાકમાં 27 કેસ નોંધાયા છે.

આ આંકડાને પરિપ્રેક્ષ્યમાં મૂકવા માટે માત્ર પાંચ મહિના પહેલા રાજ્યમાં મે મહિનામાં દરરોજ સરેરાશ 88 મૃત્યુના દરે 2,650 મૃત્યુ નોંધાયા હતા. કેલેન્ડર મહિના પ્રમાણે સપ્ટેમ્બરમાં કોવિડ 19 ને કારણે માત્ર એક મૃત્યુ નોંધાયું હતું.
અમદાવાદ અને સુરત શહેરમાં છેલ્લા મૃત્યુ અનુક્રમે 18 જુલાઈ અને 27 ઓગસ્ટના રોજ નોંધાયા હતા. ગુજરાતની તુલના અન્ય રાજ્યો સાથે કરીએ તો, મહારાષ્ટ્રમાં સપ્ટેમ્બરમાં 1,571, કેરળમાં 4,126, તમિલનાડુ 637 અને કર્ણાટકમાં 455 મૃત્યુ નોંધાયા છે. પાડોશી મધ્યપ્રદેશમાં પણ સપ્ટેમ્બરમાં 6 મૃત્યુ નોંધાયા હતા.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોશી જેઓ કોવિડ માટે 1,200 બેડની નિયુક્ત સુવિધા ધરાવે છે અને સમગ્ર ગુજરાતમાં બીજી લહેર દરમિયાન સૌથી વધુ દર્દીઓની સારવાર કરી છે, તેમણે જણાવ્યું હતું કે, તેમને છેલ્લા એક મહિનામાં એકપણ કોવિડ 19 દર્દીના મોતની પુષ્ટિ મળી નથી.
સંક્રમણની તીવ્રતા અને મૃત્યુદર ઘટાડવામાં રસીકરણની મુખ્ય ભૂમિકા હતી. જ્યારે અમને હજૂ પણ શંકાસ્પદ કેસ મળે છે, તેમના લક્ષણો થોડા મહિના પહેલા મળતા હતા તેના કરતા ઘણા હળવા હોય છે. કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા માટે દરેક લોકોએ રસી લેવી જ જોઇએ.
અમદાવાદ શહેરની ખાનગી હોસ્પિટલ પણ આવો જ અનુભવ ધરાવે છે. અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશન (AHNA)ના પ્રમુખ ડો. ભરત ગઢવીએ જણાવ્યું હતું કે, રોગચાળાએ હવે સ્થાનિક સ્વરૂપ ધારણ કર્યું છે. અમને એક કે બે દર્દીઓ મળે છે, પરંતુ કેટલાકને સઘન સંભાળની જરૂર છે, અને છેલ્લા બે મહિનાથી લગભગ શૂન્ય મૃત્યુ નોંધાયા છે, પરંતુ હું હજૂ પણ બધાને વિનંતી કરીશ કે, કોરોના પ્રત્યે સાવધાની રાખો અને ખાસ કરીને નજીકના તહેવારોની મોસમમાં કોવિડ પ્રોટોકોલનું પાલન કરો.












Click it and Unblock the Notifications
