Gujarat data center : ગુજરાતમાં ડેટા સેન્ટરનું નિર્માણ, હવે સિંગલ ક્લિકથી મહેસૂલી દસ્તાવેજોની નકલ મળી શકશે

Gujarat data center : ગુજરાતમાં મહેસૂલી દસ્તાવેજોની જાળવણી અને ઉપલબ્ધતાને વધુ સરળ બનાવવા માટે ગાંધીનગર ખાતે એક અત્યાધુનિક રાજ્ય કક્ષાનું ડેટા સેન્ટર બનાવવામાં આવી રહ્યું છે.

આ ડેટા સેન્ટર બન્યા બાદ નાગરિકોને તેમના મહેસૂલી દસ્તાવેજો જેમ કે 7/12 ના ઉતારા, જમીનના નકશા અને માપણીના દસ્તાવેજો માત્ર એક ક્લિક પર મળી શકશે. આ માહિતી મહેસૂલ મંત્રી જગદીશ વિશ્વકર્માએ વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન આપી.

Gujarat data center

મહેસૂલ વિભાગ દ્વારા તમામ જમીન દફતર અને મહેસૂલી કચેરીઓના દસ્તાવેજોનું ડિજિટાઇઝેશન કરવામાં આવ્યું છે. આ નવા ડેટા સેન્ટરમાં વર્ષ 1888થી ચાલી આવતા અંગ્રેજ સરકારના સમયના માપણીના રેકોર્ડ્સ પણ સુરક્ષિત રાખવામાં આવશે.

ગાંધીનગરના સેક્ટર-14માં 2,44,725 ચોરસ ફૂટમાં ફેલાયેલું 7 માળનું આ ભવ્ય ડેટા સેન્ટર બનશે. કુદરતી કે માનવસર્જિત આફતોથી જિલ્લા કક્ષાના રેકોર્ડને નુકસાન થાય તો તેની એક સુરક્ષિત નકલ અહીં ઉપલબ્ધ રહેશે. આ બાંધકામ ડિસેમ્બર-2026 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.

આ પહેલથી ગુજરાતમાં સરકારી સેવાઓ વધુ ઝડપી અને પારદર્શક બનશે, જેનાથી નાગરિકોને મોટી રાહત મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X