ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર, 81.89% રિઝલ્ટ

Subscribe to Oneindia News

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12 સાયન્સ ની પરીક્ષાનું પરિણામ ગુરૂવારના રોજ સવારે 10 વાગ્યે શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર ઓનલાઇન જાહેર કરવામાં આવ્યું છે. શિક્ષણ પ્રધાન ભુપેન્દ્ર ચુડાસમા એ સવારે 10 વાગ્યે ગાંધીનગર ખાતે પરિણામની સત્તાવાર જાહેરાત કરી હતી. શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર www.gseb.org પરિણામની વિગતો સવારે 10 કલાકે મુકાઈ ગઇ છે.

exam results

આની સાથે જ વિજ્ઞાન પ્રવાહના સેમેસ્ટર-2નું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત બોર્ડના ધો-12 સાયન્સનું 81.89 ટકા પરિણામ જાહેર થયું છે. માર્ચમાં વિજ્ઞાન પ્રવાહના ચોથા સેમેસ્ટરમાં રાજ્યમાં કુલ 1,38,727 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 1,13,598 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેમાં વિદ્યાર્થીઓનું 82.06 ટકા અને વિદ્યાર્થિનીઓનું 81.60 ટકા પરિણામ છે.

  • 98.77 ટકા સાથે ગોંડલ સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર બન્યું છે. સિલવાસા 39.09 ટકા સાથે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર બન્યું છે.
  • સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો બોટાદ 94.02 ટકા છે. સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો છોટા ઉદેપુર 51.54 ટકા છે.
  • 100 ટકા પરિણામ ધરાવતી શાળઓની સંખ્યા 118 છે. 10 ટકા ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 44 છે.
  • અંગ્રેજી માધ્યમના ઉમેદવારોની પરિણામની ટકાવારી 84.87 છે. ગુજરાતી માધ્યમના ઉમેદવારોની પરિણાની ટકાવારી 81.61 ટકા છે.
English summary
Gujarat Education Board Std 12 Science results declared.
Please Wait while comments are loading...