For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતની ચૂંટણીના પરિણામો દેશની દિશા નક્કી કરશે- રૂપાલા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

purushottam-rupala
અમદાવાદ, 3 ડિસેમ્બર: ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને રાજ્યસભાના સભ્ય પુરૂષોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે ગુજરાતની ચૂંટણીના પરિણામો દેશની દિશા નક્કી કરશે તથા દેશ વિકાસના રાજકારણને સ્વિકાર કરશે.

પુરૂષોત્તમ રૂપાલાએ જેતપુરમાં ભાજપના ચૂંટણી કાર્યાલયનું ઉદધાટન કર્યા બાદ કાર્યક્રમને સંબોધિત કરતાં તેમને કહ્યું હતું કે ગુજરાતની ચૂંટણીના પરિણામો પછી બધા રજકીય પક્ષો વિકાસના રાજકારણને સ્વિકારશે. તેમને કહ્યું હતું કે ચૂંટણી પછી ગુજરાતમાં ગુજરાત પરિવર્તન પાર્ટીનું કોઇ ભવિષ્ય નથી.

તેમને કહ્યું હતું કે ગુજરાતની ચૂંટણીના પરિણામો અસર દેશના રાજકારણ પર નિશ્વિત પડશે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાજ્યની ભાજપ સરકારે વિશ્વનિયતા કાયમ રાખી છે. ગુજરાતના વિકાસનું રાજકારણ સમગ્ર દેશ માટે પ્રેરક સાબિત થઇ રહ્યું છે. તેમને કહ્યું હતું કે ગુજરાતમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સ્થિર સરકાર છે. ગુજરાતમાં ગતિશીલ વહિવટથી જનતાની અપેક્ષાઓ પુરી થઇ છે. પુરૂષોત્તમ રૂપાલાએ દ્રઢ વિશ્વાસ સાથે કહ્યું હતું કે ગત વિધાનસભાની ચૂંટણીની તુલનામાં આ વખતે ભાજપને વધુ સીટો મળશે.

પુરૂષોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે કોંગ્રેસ હજુ સુધી મુખ્યમંત્રી માટે કોઇનું નામ જાહેર કર્યું નથી અને કોંગ્રેસ કોના નેતૃત્વમાં ચૂંટણી લડી રહ્યું છે એ પણ નક્કી નથી. તેમને કહ્યું હતું કે ભૂતકાળમાં કેટલાક અગ્રણીઓએ નવા રાજકીય પક્ષ બનાવ્યા હતા પરંતુ તેનું પરિણામ શું આવ્યું તે તમે બધા જાણો છો. તેમને કહ્યું હતું કે નરહરિ અમીન માટે અમારી પાર્ટીના દરવાજા ખુલ્લા છે. નરહરિ અમીન જેવા નેતાની નારાજગીથી કોંગ્રેસની મુશ્કેલીઓ વધી છે.

તેમને નવજોત સિંહ સિદ્ધૂ દ્રારા કેશુભાઇ પટેલને પાર્ટી દ્રોહી કહેવા અંગે પ્રતિક્રિયા વ્યક્ત કરતાં કહ્યું હતું કે કેશુભાઇ પટેલ પણ મુખ્યમંત્રી વિરૂદ્ધ ઘણું બોલ્યા છે. પરંતુ અમે ક્યારેય વિચલિત થયા નથી. એટલે કેશુભાઇ પટેલને વિચલિત થવાની જરૂર નથી.

English summary
Purushottam Rupala said that Gujarat Elaction results will change Country's direction.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X