For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત ચૂંટણી : ચૂંટણી પંચ તૈયાર, 1.60 લાખ કર્મચારીઓ ઇલેક્શન ડ્યુટી પર

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 16 ડિસેમ્બર : ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી અનિતા કરવાલે જણાવ્યું છે કે ગુજરાત રાજ્યમાં યોજાનારી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ના બીજા તબક્કાનું મતદાન આગામી 17 ડિસેમ્બર, 2012 સોમવારના રોજ યોજાવાનું છે. બીજા તબક્કાની ચૂંટણી માટે ચૂંટણી પંચે 23,318 મતદાન મથકો પર યોજાશે, જે માટે 14162 મતવિસ્તારો નક્કી કરવામાં આવ્યા છે. બીજા તબક્કાનું મતદાન 12 જિલ્લાની 95 બેઠકો માટે યોજવામાં આવશે. મુક્ત, ન્યાયી અને પારદર્શક વાતાવરણમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય એ માટે ભારતના ચૂંટણી પંચે પર્યાપ્ત સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચત કરવામાં આવી છે.

pti-guj-ele-phase-2

બીજા તબક્કાની ચૂંટણીઓમાં મતદાન પ્રક્રિયાને સુરક્ષા પૂરી પાડવા માટે રાજ્યના 15,000 પોલીસ કર્મીઓ સાથે કેન્દ્રીય અર્ધલશ્કરી દળની કંપનીઓ ફરજ ઉપર રહેશે. બીજા તબક્કામાં 7256 માઇક્રો ઓબ્ઝર્વર્સને ફરજ સોંપવામાં આવી છે. તમામ મતદાન મથકો પર ચાલતી પ્રક્રિયાનું વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવશે.

બીજા તબક્કાના 23318 મતદાન મથકો ઉપર 1.60 લાખ જેટલા રાજ્યના અધિકારીઓ અને કર્મચારીઓને ફરજ સૌંપવામાં આવી છે. 95 બેઠકોના મતદાન માટે 1.99 કરોડ મતદારોમાં 1.03 કરોડ મતદારો પુરુષ છે જ્યારે 95 લાખ મતદારો મહિલા છે.

ઉલ્લેખનીય છે કે બીજા તબક્કામાં ગુજરાતના હાઇ પ્રોફાઇલ આગેવાનો જેવા કે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, આનંદીબહેન પટેલ, સૌરભ પટેલ, નીતિન પટેલ વગેરેના ભાવિ પર મતદારો પોતાની મહોર લગાવશે.

English summary
Gujarat Election : EC is ready, 1.60 lakh staff will depute for phase 2 election.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X