For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Election: '10 વર્ષ સુધી નમૂનો બેસાડનાર માંગે છે હિસાબ'

અમિત શાહે રાહુલ ગાંધી અને મનમોહન સિંહ પર કર્યા આકરા પ્રહારોયુપીની નગરપાલિકાની ચૂંટણીનો પણ કર્યો ઉલ્લેખઆ અંગે વધુ વાંચો અહીં...

By Shachi
|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે સભા સંબોધિત કરતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. ચૂંટણી રેલીમાં અમિત શાહે કહ્યું હતું કે, શું રાહુલ ગાંધીએ હિસાબ નહીં આપવો જોઇએ? રાહુલ ગાંધી પૂછતા હતા કે, મોદીજીએ ત્રણ વર્ષમાં શું કર્યું? એમના કામનો હિસાબ માંગતા હતા. સૌથી પહેલું કામ અમે એ કર્યું કે, જે બોલી શકે છે એમને વડાપ્રધાન તરીકે પસંદ કર્યા. તમે તો નમૂનો બેસાડ્યો હતો, જેમને 10 વર્ષ સુધી કોઇએ બોલતા નહોતા સાંભળ્યા. કોઇએ સાંભળ્યા હતા? તેમણે આગળ કહ્યું હતું કે, આજે યુપીમાં બીજું કંઇ નહીં, પરંતુ 18 ડિસેમ્બરે જે ગુજરાતમાં જે થવાનું છે તેનું પુનરાવર્તન થયું છે.

amit shah

ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી છેલ્લા કેટલાયે દિવસોથી સતત ટ્વીટ કરી ગુજરાત સરકાર અને પીએમ મોદી પાસે હિસાબ માંગી રહ્યા હતા. 29 નવેમ્બરના રોજ ટ્વીટ કરતા રાહુલે પૂછ્યું હતું કે, 22 વર્ષોનો હિસાબ, ગુજરાત માંગે જવાબ. ગુજરાતની પરિસ્થિતિ અંગે વડાપ્રધાનને પ્રથમ સવાલ - 2012માં વાયદો કર્યો હતો કે, 50 લાખ નવા ઘર આપીશું. 5 વર્ષમાં બનાવ્યા 4.72 લાખ ઘર. તો વડાપ્રધાન જણાવો કે, આ વાયદો પૂર્ણ કરવામાં તમને 45 વર્ષ વધુ લાગશે? 30 નવેમ્બરે રાહુલે ટ્વીટ કરી વડાપ્રધાનને બીજો સવાલ ગુજરાતના ઉધાર અંગે કર્યો હતો અને ત્રીજો સવાલ વીજળી અંગે કર્યો હતો.

English summary
Gujarat Election 2017: BJP president Amit Shah addressed public meeting in Gir Somnath.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X