Gujarat Election : જાતિવાદને ટાર્ગેટ કરતો નવો વીડિયો
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ દ્વારા જાતિવાદને મુદ્દો બનાવીને એક વીડિયો રજૂ કરવામાં આવ્યો છે. જેમાં આડકતરી રીતે હાર્દિક પટેલ જેવા યુવા નેતાઓ તરફ પણ ઇશારો કરવામાં આવ્યો છે. જુઓ આ વીડિયો અહીં.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોને ઓપન લેટર લખીને જાતિવાદના વમળમાં ના ફસાવાની અને વિકાસને પ્રાધાન્ય આપવાની વાત કરી હતી. આ પછી ભાજપ દ્વારા વધુ એક વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં કોઇ પણનું નામ લીધા જાતિવાદના મામલે ચર્ચા કરવામાં આવી છે. વધુમાં આ વીડિયોમાં આડકતરી રીતે ત્રણ નેતાઓ દ્વારા ગુજરાતમાં જાતિવાદ ઊભો કરવાની અને પૈસા આપી ખરીદવાની વાત પણ કહેવામાં આવી છે. સાથે જ આ તમામ પાછળ કોંગ્રેસના દોરી સંચારની વાત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ હિતુ કનોડિયા જેવા ગુજરાતી કલાકારો દ્વારા ભાજપના પ્રચાર માટે બે વીડિયો જાહેર કરવામાં આવ્યા છે. જેને પણ લોકોએ ખૂબ જ પસંદ કર્યા છે. ત્યારે જીતશે વિકાસ જીતશે ગુજરાતના સૂત્ર સાથે ભાજપ દ્વારા વધુ એક વીડિયો બહાર પાડવામાં આવ્યો છે. જેમાં ભાજપ દ્વારા જાતિવાદ મામલે કટાક્ષ કરવામાં આવ્યો છે. ત્યારે તમે પણ આ વીડિયો જુઓ અહીં.
Don't Worry ! મોદી છે ને....
— BJP Gujarat (@BJP4Gujarat) November 7, 2017
જીતશે વિકાસ, જીતશે ગુજરાત pic.twitter.com/tPylotU3MW












Click it and Unblock the Notifications
