ભાજપમાં ટિકિટના મુદ્દે વિરોધના સૂર, કાર્યકરોનો હોબાળો

Subscribe to Oneindia News

ભાજપમાં પ્રથમ અને બીજી ઉમેદવારી જાહેર થતા જ ઠેર ઠેર વિરોધના સૂર ઉઠી રહ્યા છે. અમદાવાદ, રાજકોટ, સુરત અને કચ્છમાં ઉમેદવારો તથા તેમના સમર્થકો હોબાળો મચાવી રહ્યા છે. પોરબંદરમાં કુતિયાણા ભાજપની બેઠક માટે લક્ષ્મણભાઈ ઓડેદરાને ટિકિટ ફાળવવામાં આવી છે, જેના કારણે જિલ્લા પંચાયતના પ્રમુખ રમેશ ઓડેદરા અને તેમના સમર્થકો નારાજ થયા છે અને તેઓ ભાજપને બદલે અપક્ષ ઉમેદવારી નોંધાવાવા માટે બેઠક કરી રહ્યા છે. તો બીજ તરફ પાટણના સાંસદ લીલાધર વાયગેલાએ તેમના પુત્ર માટે ડીસા બેઠકની માંગણી કરી હતી, પરંતુ તે ન મળતા રાજીનામાની ધમકી આપી છે. અમદાવાદના નરોડામાં જ ધારાસભ્ય નિર્મલા વાધવાનીને આ વખતે રીપિટ કરવામાં આવ્યા નથી, એમની જગ્યાએ બલરામ નથવાણીને ટિકિટ આપતા લોકો રોષે ભરાયા છે. નરોડા વિસ્તારમાં સિઁધીઓનું પ્રાધાન્ય છે, જો કે અહીં ગુજરાતી ઉમેદવાર માટે પણ માંગણી કરવામાં આવી હતી.

Gujarat BJP

આ બેઠક પરથી સિંધી સમાજના બલરામ થાનાણીને ટીકીટ અપાતા નરોડા વિધાનસભામાં વિરોધ જાગ્યો છે અને નરોડાના 3 કોર્પોરેટર તથા ભાજપના સ્થાનિક હોદ્દેદારોએ રાજીનામાની ચિમકી આપી છે. જ્યારે નિકોલ વિધાનસભા બેઠક માટે જગદીશ પંચાલની પસંદગી કરતા આક્રોશ ફેલાયો છે. તો દક્ષિણ ગુજરાતમાં ગણદેવી વિધાનસભા બેઠક માટે કેબિનેટ મંત્રી રહી ચૂકેલા મંગુભાઈ પટેલને ટિકિટ આપાવમાં આવી નથી, તેથી તેમના સમર્થકો રોષમાં છે. મંગુભાઇના બદલે નવસારીના જિલ્લા ભાજપ પ્રમુખ નરેશ પટેલને ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તો કચ્છ જિલ્લામાં ગાંધીધામ વિધાનસભાની બેઠકમાં ધારાસભ્ય રમેશ મહેશ્વરીની ટિકિટ કપાતા સમર્થકોમાં નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે. અનેક વિસ્તારોમાં ભડકેલા રોષને પરિણામે ભાજપના 23 કાઉન્સિલર સહિત એક જિલ્લા પંચાયતના કારાબોરી ચેરમેને રાજીનામું ધરી દીધું હતું.

English summary
Gujarat Election 2017: BJP workers and leaders potest after two list of candidates were announced.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.