For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: સુરત ભારત કી શાન, સાચવશે કોંગ્રેસની શાન?

કોંગ્રેસનો નવો વીડિયો, સુરતના ટેક્સટાઇલ અને હીરાના વેપારીઓ પર નિશાનરાહુલ ગાંધીએ વર્ણવ્યું સુરતના વેપારીઓનું દુઃખઆ વીડિયો જુઓ અહીં...

By Shachi
|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ 8 નવેમ્બરના રોજ રાજ્યમાં સુરતની મુલાકાત લીધી હતી. સુરતમાં તેમણે નાના અને મધ્યમ કક્ષાના વેપારીઓ સાથે સંવાદ કર્યો હતો. સુરતનું ટેક્સટાઇલ બજાર અને હીરા બજાર ખૂબ મોટું છે, રાહુલ ગાંધીએ પોતાની મુલાકાત દરમિયાન આ બંને ઇન્ડસ્ટ્રીના નાનામાં નાના કારીગરથી માંડીને મધ્યમ કક્ષાના વેપારીઓ સાથે વાર્તાલાપ અને મુલાકાત કરી હતી, જરી અને ટિકી વર્ક કરતી મહિલાઓ અને એમ્બ્રોઇડરી કરતા વર્કરો સાથે પણ મુલાકાત અને સંવાદ કર્યો હતો. ત્યાર બાદ તેમણે સાંજે સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે વેપારીઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો. રાહુલ ગાંધીની આ મુલાકાતમાં મુખ્ય બે મુદ્દા હતા, જીએસટી અને નોટબંધી.

rahul gandhi video

આ બે નિર્ણયોને કારણે સુરતના વેપારીઓને કેવો ફટકો પડ્યો છે, શું મુસીબતો ભોગવવી પડે છે વગેરે અંગે રાહુલે માહિતી મેળવી હતી અને પીએમ મોદી તથા ભાજપ પર પ્રહારો કર્યા હતા. હવે 24 નવેમ્બરના રોજ રાહુલ ગાંધી ફરી ગુજરાત પધારનાર છે, એ પહેલાં તેમની સુરત મુલાકાતનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં રાહુલ ગાંધી આ તમામ લોકો સાથે વાતો કરતા, તેમની મુસીબતો અંગે માહિતી મેળવતા નજરે પડે છે. આ વીડિયો ટ્વીટર પર #सूरत_भारत_की_शान ટેગ સાથે વાયરલ થઇ રહ્યો છે. રાહુલ ગાંધી સુરત આવ્યા હતા, ત્યારે તેમણે કહ્યું હતું કે, ચીનની બરોબરી જો કોઇ કરી શકે એમ હોય, તો તે સુરત છે. આ વીડિયોમાં પણ રાહુલ ગાંધી એ જ વાત કહેતા નજરે પડે છે. ચૂંટણી પહેલાં રાહુલ ગાંધી તથા કોંગ્રેસે સુરતના વેપારી વર્ગને રિઝવવાની પૂર્ણ તૈયારી કરી લીધી હોય એમ આ વીડિયોને જોતાં લાગી રહ્યું છે.

English summary
Gujarat Election 2017: Congress New video targets textile and diamond traders of Surat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X