Gujarat Election : મોદીના ગુજરાતમાં ડૉ. મનમોહનની એન્ટ્રી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા પછી કોંગ્રેસે તેના વરિષ્ઠ નેતાઓને સ્ટાર પ્રચારક રૂપે ગુજરાતમાં મોકલ્યા છે. આ અંતર્ગત ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહ અને ભૂતપૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમ ટૂંક સમયમાં ગુજરાતની મુલાકાત લેશે. અમદાવાદમાં ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ 7 નવેમ્બરે ઉદ્યોગ અને વેપાર જગતના લોકોને સંબોધિત કરશે. વધુમાં સોનિયા ગાંધી પણ ચૂંટણી પ્રચાર માટે ગુજરાત આવશે પણ તેમની તબિયત હાલ ઠીક ના હોવાથી આ મામલે હજી કંઇ સ્પષ્ટ જાણકારી નથી મળી. વધુમાં કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી તેમની પ્રચાર યાાત્રાના ત્રીજા તબક્કામાં નવેમ્બરમાં સુરત આવશે અને ત્યાં તેમની યુવા રોજગાર અને ખેડૂત અધિકાર યાત્રા ચલાવશે. ત્યારે મનમોહન સિંહની આ મુલાકાતને ખાસ માનવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે મનમોહન સિંહ અર્થતંત્રના મુદ્દા પર સારી પકડ ધરાવે છે. અને જીએસટી અને નોટબંધીના મામલે જ્યાં મનમોહન સિંહ ટિપ્પણીની ગંભીર અસર જરૂર થશે. વધુમાં પી. ચિંદમ્બર પણ ગુજરાત આવી આ જ મામલે ભાજપ પર આવનારા સમયમાં ચોટદાર પ્રહારો કરશે. આમ ગુજરાતમાં ડિસેમ્બરમાં થનારી વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ અહીં પોતાની સ્થિતિ મજબૂત કરી રહી છે. ઉલ્લેખનીય છે કે 1 નવેમ્બરે હાર્દિક પટેલ અને રાહુલ ગાંધી પણ એક બીજાને મળવાના છે. અને અલ્પેશ ઠાકોર પછી હાર્દિક પટેલ પણ જો કોંગ્રેસમાં જોડાશે તો ભાજપની મુશ્કેલીઓ ચોક્કસથી આવનારા સમયમાં વધી જશે. અને તેની આ વખતની ચૂંટણીમાં 150 સીટો પર જતવાની આશા ખગારી ઉતરશે તેમ મનાય છે.