દાહોદમાં પેરાગ્લાઈડર મારફત ચૂંટણી સાહિત્ય વિતરણનો નવતર પ્રયોગ

Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વખતે ઘણા કારણોસર ખાસ બની રહી છે આ ચૂંટણીમાં મતદારોને જાગૃત કરવા ટેકનોલોજી તેમજ નવી નવી પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યાછે. પેરાગ્લાઇડિંગથી ચૂંટણી સાહિત્ય વિતરણનો પ્રયોગ દાહોદમાં જોવા મળ્યો હતો. દાહોદ જિલ્લા સેવા સદન ખાતે ચૂંટણી તંત્ર દ્વારા પેરાગ્લાઈડર મારફત સાહિત્ય વિતરણનું હવાઇ નિદર્શન કરાયુ હતું. દાહોદ કલેક્ટર તેમજ ચૂંટણી અધિકારીએ પેરાગ્લાઇંડિંગ દ્વારા ચૂંટણીમાં પ્રથમ વખત ઉપયોગમાં લેવામાં આવનાર VVPAT નું મહત્ત્વ સમજાવતા સાહિત્ય ઉપરાંત મતદાર જાગૃતિ માટેની માહિતી અને ચૂંટણી ખર્ચ દેખરેખ માટેના ટોલ ફ્રી નંબર-૧૮૦૦૨૩૩૦૦૫૩ની વિગત દર્શાવતા પેમ્ફલેટનું વિતરણ કર્યું હતું. જિલ્લા કલેક્ટર જે.રણજીંથ કુમાર જણાવ્યું હતું કે આ પેમ્ફલેટ દ્વારા દાહોદ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો ચૂંટણી અને મતદાન અંગેની તમામ માહિતી પ્રાપ્ત કરી શકશે.

Paragliding

આ પેરાગ્લાઈડર દાહોદ નગરપાલિકા વિસ્તાર અને તેની આજુબાજુનાં વિસ્તારો જેવા કે, APMC, ગોવિંદનગર ચાર રસ્તા, ગોદી રોડ, ફ્રિલેન્ડગંજ, સહકારનગર, હાટ બજાર, દેલસર, ગલાલીયાવાડ, ખરેડી, ઉકરડી, રાજપુર, ભાઠીવાડા, છાપરી, ઉસરવાણ, વાંદરીયા, રાબડાળ, મુવાલીયા, નગરાળા, નાની ખરજ, મોટી ખરજ જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ સાહિત્ય આકાશમાંથી વિતરણ કરવામાં આવશે. જેથી દાહોદની જનતાને કાર્યક્રમના સ્થળે અને ઉપર જણાવ્યા મુજબનાં સ્થળો કે જ્યા ચૂંટણીલક્ષી સાહિત્યનું પેરાગ્લાઈડરથી વિતરણ કરવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં પણ કમિશ્નર બંછાનિધી પાનીએ આ પ્રયોગ દ્વારા મતદાર જાગૃતિનું કામ આરંભ્યું છે.

English summary
Gujarat Election 2017 : Dahod Election material shared by Paragliding. Read here more on this.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.