For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BJPની પ્રથમ યાદી બાદ પૂર્વ CMની પ્રતિક્રિયા: હું નારાજ નથી

ભાજપના પ્રથમ 70 ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ આનંદીબહેન પટેેલે આપી આ પ્રક્રિયાઉલ્લેખનીય છે, ભાજપની યાદીમાં આનંદીબહેનના ઉમેદવારોને ખાસ મહત્વ નથી અપાયુંઆ અંગે વધુ વાંચો અહીં...

By Shachi
|
Google Oneindia Gujarati News

શુક્રવારે ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી. આ યાદીમાં 70 ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. ભાજપ માટે ટિકિટ વહેંચણી આ વખતે મોટો પ્રશ્ન થઇ પડ્યો હતો, આ અંગે અમિત શાહ અને આનંદીબેન પટેલ વચ્ચેનો વિખવાદ પણ સપાટી પર આવ્યો હતો. જો કે, ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ આ અંગે આનંદીબેને ખૂબ સરળ પ્રતિક્રિયા આપી હતી. તેમણે ભાજપના જે ઉમેદવારોના નામ જાહેર થયા છે, તેમને અભિનંદન પાઠવ્યા હતા અને તેઓ સૌ જંગી બહુમતથી જીતશે એવી આશા પણ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, હું કોઇનાથી નારાજ નથી. સોશ્યલ મીડિયામાં જે ચાલી રહ્યું છે, એ ખોટું છે. કોંગ્રેસના તત્વો પાર્ટીનું વિભાજન કરવા આવું કરી રહ્યાં છે, જેથી તેની અસર સમાજ પર થાય. અંતે તેમણે આશા વ્યક્ત કરી હતી કે, ભાજપ આ વખતે પોતાનું 150નું લક્ષ્યાંક ચોક્કસ પૂર્ણ કરશે.

anandiben patel

ઉલ્લેખનીય છે કે, ભાજપના સૂત્રો અનુસાર આનંદીબેન પટેલે પોતાના 52 ઉમેદવારોની યાદી સીધી પીએમ મોદીના હાથમાં મૂકી હતી. ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં છેલ્લા 2 દિવસથી ઉમેદવારોના નામ અંગે ચર્ચા થઇ રહી હતી. પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ અમિત શાહ પીએમ મોદીને મળવા દિલ્હી ગયા હતા અને ત્યાં અલગ બેઠક કરી હતી. દિલ્હીથી ફરી પાછા રાજ્યમાં આવી બીજી બેઠક કરી હતી. ઉમેદવારોને લઇને ભાજપ જાણે બે જૂથમાં વહેંચાઇ ગયું હતું અને કહેવાઇ રહ્યું છે કે, જે યાદી જાહેર થઇ છે એમાં અમિત શાહના જૂથને મહત્વ મળ્યું છે અને આનંદીબેનના જૂથના નેતાઓમાંથી બહુ ઓછાને ટિકિટ મળી છે.

English summary
Gujarat Election 2017: Former CM Anandiben Patel's reaction after BJP's 1st candidate list.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X